650 કરોડના PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પર મંદીની માર, રો-રો ફેરી વેચવા મજબૂર કંપની

PC: gstatic.com

વર્ષ 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં રોરો ફેરી સેવાનું ઉદ્ધાટન કર્યું હતું. તે દિવસે જ પ્રધાનમંત્રીએ ‘આઈલેન્ડ જેડ’ જાહાજની યાત્રા પણ કરી હતી. નુકસાન થવાને પગલે આ જહાજને વેચવાનો નિર્ણય કંપનીએ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ 650 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાતના ઘોઘા-દહેજની વચ્ચે રોરો ફેરી સેવા સરૂ કરી હતી. આ સેવા સંચાલિત કરનારી કંપની ઈન્ડિગો સીવેજે ખરાબ આર્થિક સંકટને કારણે ગયા અઠવાડિયે જ ‘આઈલેન્ડ જેડ’ને વેચવા માટે મૂકી દીધુ હતું. કંપની પાસે વધુ એક મોટુ જાહાજ ‘વોયાજ સિંફની’ પણ છે. જેમાં મુસાફરોની સાથે વાહનો પણ લઈ જવાની સુવિધા છે.

તો બીજી બાજુ ગુજરાત મેરીટાઈમ બોર્ડે દહેજ ટર્મિનલ પર વધારે કાંપ જમા થવાને કારણે નૌકા ચાલકને 23 સ્પ્ટેમ્બરથી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધા છે. દહેજ ટર્મિનલ પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

કંપનીનું કહેવું છે કે, સામાન્ય રીતે વહાણને પાણીમાં 5 મીટરની ઊંડાઈ જોઈતી હોય છે. જ્યારે ઘોઘાના સમુદ્ર કિનારે ઊંડાઈ માત્ર અડધો મીટર રહી ગઈ છે. આવનારા સમયમાં જો 5 મીટરની ઊંડાઈ નહિ મળે તો આ વ્યવસાયમાંથી બહાર નીકળવાનું વિચારીશું.

કંપની પાસે વધુ એક મોટુ જાહાજ ‘વોયાજ સિંફની’ પણ છે. જેમાં મુસાફરોની સાથે વાહનો પણ લઈ જવાની સુવિધા છે.

કંપનીના MD અને CEO ચેતન કોન્ટ્રાક્ટરે કહ્યું કે, અમને નથી ખબર કે દહેજ ટર્મિનલ પર સ્થિતિ ક્યારે સામાન્ય થશે. અમને દર મહિને લગભગ 40 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. અમારા માટે બેંકને હપ્તા ચૂકવવા મુશ્કેલ થઈ રહ્યું છે. કારણ કે બંને વહાણો લોન પર ખરીદવામાં આવ્યા હતા અને સપ્ટેમ્બર મહિનામાં અમને કોઈ આવક થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp