26th January selfie contest

ફી દૂર ન કરો ત્યાં સુધી ભણીશ નહીં, રોમેલ સુતરિયાએ CMને પત્ર લખ્યો 

PC: Facebook.com
12 વર્ષથી ઘર છોડીને લોક આંદોલન ચલાવીને પછી વડોદરા યુનિવર્સિટીમાં રાજકીય ક્ષેત્રનું ભણવા ગયેલા યુવાન રોમેલ સુતરિયાએ કનૈયા કુમાર સાથે મુલાકાત કર્યા બાદ તેમને ફી ભરવા માટે ટર્મિનેટ કરી દેવામાં આયા હતાં. હવે રોમલે જાહેર કર્યું છે કે જ્યાં સુધી ઊંચી ફી નાબુદ નહીં થાય ત્યાં સુધી તે ભણશે નહીં. 
આ રહ્યો તેમનો ખુલ્લો પત્ર 
માનનીય વિજયભાઈ રુપાણી,
મુખ્યમંત્રી ગુજરાત.
 
સાહેબ આશા છે કે આપ કુશલ મંગલ જ હશો. અમારા સંગઠનના સાથીયોએ અમદાવાદ કલેક્ટર મારફતે આપને તારીખ 9 એપ્રિલ 2018 ના રોજ માંગણી પત્ર મોકલાવેલું છે. અમારી ટીમ જે 13 નવેમ્બરે આપના નિવાસસ્થાને આપની મુલાકાત માટે આવેલા અને આપે અમારી માંગણીઓ સાંભળી આશ્વાસન આપેલું કે તમામ મુદ્દે કાર્યવાહી કરી નિકાલ કરવા સરકાર કટિબદ્ધ છે. મને તે પણ યાદ છે આપે ત્યારે જ ભવિષ્યવાણી પણ કરેલી કે ડિસેમ્બર 2017ની વિધાનસભાની ચુંટણીઓમાં આપની ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બનશે. આપને પણ ત્યારે તે જાણ હતી કે આપની બેઠકો ઓછી આવશે પરંતુ આપે કહેલું કે 93 કે 94 ધારાસભ્યો ચૂટાશે જે સરકાર બનાવવા પુરતી છે. આપ સંતુષ્ટ જણાતા હતા. આમ તો મને કોઈ રાજકીય પક્ષ સાથે ક્યારેય કોઈ લેવા દેવા રહી નથી. પરંતુ રાજકીય ક્ષેત્રે એમ જરાય નહી કહું કે રસ નથી. કારણ બાળક દુકાનમાં પડેલી બરણીમાં ચોકલેટ જોઈને માં સામે રડે અને ચોકલેટ મળતા ચૂપ થાય તે પણ એક રાજનીતિ જ છે જે આપ સમજતા જ હશો. સરકાર તો પ્રજા માટે માં સમાન જ કહેવાય. મારા મતે પણ ક્યારેક સ્થિતિ સોતેલી માં જેવી ઉભી થાય તો દુ:ખ વધી જાય. માટે જ કહીશ કે હું છેલ્લા ઘણા વર્ષો થી લોકચળવળોનો ભાગ બની ગયો અને નાની ઉંમરથી અર્થાત છેલ્લા 12 વર્ષથી લોક આંદોલનોનું પ્રતિનિધિત્વ કરતો રહ્યો છું. આપ મારા થી પરિચિત છો જ માટે વધુ કંઈ કહેવુ નથી. અનેક પ્રશ્નોને વાંચા આપવાના પ્રયત્નો અમારુ સંગઠન સતત કરતુ રહ્યુ છે સરકાર અમને વિરોધી સમજી બેસે તે પણ સ્વાભાવિક છે. પરંતુ અહી હું સ્પષ્ટ કરીશ કે હું કોઈનો વિરોધી રહ્યો નથી. હું હંમેશા સત્યના અને ન્યાય ના પક્ષ માં ઉભો રહું છું. લોકોના પ્રશ્નોને વાચા આપવા કરવામાં આવતી રણનીતિને આપ કે અન્ય કોઈ વ્ય્કિત રાજકારણ કહી નજરઅંદાજ કરી શકે છે પરંતુ તેનાથી અમારા જુસ્સા કે હિંમત મા રદ્દી ભર પણ ફેર પડે તેમ નથી. આ એટલા માટે લખી રહ્યો છું કારણ આપના પક્ષના લોકોએ મને વિરોધી માની અનેક ખોટા કેસોમાં ફસાવવાના કાવતરા કર્યા છે. તે તો ઠીક મારુ ભણતર અટકાવાયુ માત્ર તે કારણથી કે મારી વિચારધારા ભિન્ન છે! હું તો આપના મોદીજીની જેમ વર્ષોથી ઘર પરિવાર છોડી લોકો વચ્ચે સક્રિય સેવા આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હવે મારા જેવી વ્યક્તિ ને કોલેજ તત્કાલ ફી જમા કરવાના બહાના બનાવે અને અન્ય છાત્રો ને જે મારા વર્ગમાં હતા જે કોઈ ચોક્કસ (RSS) સંગઠનોથી આવતા હોય તેમને ફી ભરવા મહિનાઓની તક આપવામાં આવે તો તેવો ભેદભાવ મારા જેવો વ્યક્તિ કેવી રીતે સાખી લે? તેનો વિચાર આપે કરવો જોઈતો હતો. સ્વાભાવિક રીતે પોતાના મુદ્દાઓ ને લઈને લડવા નીકળુ તે મને શોભા દે તેમ નથી, છતા મારે અવાજ ઉઠાવવો પડ્યો છે. પરંતુ મારા ભણતરને રાજકીય દ્વેષ રાખી અટકાવવાની હરકતથી મને જે પ્રેરણા મળી તેમા સૌથી અગત્યનુ તે કે ઈન્સ્ટીટ્યુટે બહાનુ બનાવ્યુ કે ફી  જમા ના કરાવી હોવાથી મને કાઢી મુકવામાં આવ્યો છે. આ સાંભળી મારા મગજમા પહેલો વિચાર એ આવ્હયો હતો કે હવે શિક્ષણનો વ્યાપાર તે હદે વધી ગયો છે કે એક વિધ્યાર્થી પાસે ફીસના પૈસા ના હોય તો તે ભણી ના શકે, તે સિદ્ધાંત કે વિચાર સર્વ સામાન્ય બની ગયો છે. 
 
માટે નક્કી કર્યુ છે કે કે.જી. ટુ. પી.જી. જેની માંગ અગાઉ પણ હુ કરતો આવ્યો હતો તે માંગને મજબુત બનાવીશ. ગુજરાતના વાલીઓ, યુવાનો સુધી પહોંચી  સરકાર સમક્ષ લોકતાંત્રિક ઢબે લડત કરી શિક્ષણની નીતિમાં પ્રચલિત વિચાર કે પૈસા ના હોય તો ભણી ના શકો - ને નષ્ટ કરીશ નહીં ત્યા સુધી હું ભણીશ નહીં. કોઈ પણ કોર્સ કે શિક્ષણ સંસ્થાનનો ભાગ નહી બનું. આ પગલુ સમજી વિચારી ને લીધુ છે જાણુ છું મારા એકલા ના પ્રવેશ મુદ્દે આખુ MSU સામે હોત તો પણ હું ભણી લઉં તેટલી તાકાત ધરાવુ છુ. પરંતુ અહીં પ્રશ્ન શિક્ષણ નીતિઓમાં થઈ રહેલા સિદ્ધાંતો સામે સંઘર્ષ નો છે અને હું સ્થાપિત કરવા માંગુ છુ કે કોઈ અમીર હોય કે ગરીબ જે પણ પરિવારમાંથી આવતો હોય દરેક ને ભણવાનો સમાન અધિકાર છે. જે વિચારને મારે તમારે બધાએ સવિકાર કરવો પડશે અને તેને પ્રત્યક્ષ અમલ કરવા માટે અમે રજુ કરેલી માંગણીઓમાની બે મુખ્ય માંગ સ્વીકાર કરી સરકારે પ્રજાને બતાવવુ પડશે કે સરકાર સમાનતાના સિદ્ધાંતમા માને છે. કહેવુ પડશે કે સરકાર માને કે શિક્ષણના મૂળભૂત અધિકારની રક્ષા માટે સરકાર કટિબદ્ધ છે. આપ માંગ પત્ર જોશો તો આપને જણાશે લોકહિતની માંગ રજુ કરી અમારા સંગઠને ગુજરાતના યુવાનો, ચિટફંડ પિડિતો, બેરોજગારો, પર્યાવરણના પ્રશ્નો ને વાંચા આપવાનો પ્રયત્ન કર્યો છે. જે સંદર્ભે આજે અઠવાડિયુ થવા છતા આપની સરકારે કોઈ પગલા ભર્યા હોય તેની અમોને લેખિતમાં કોઈ જ જાણ કરી નથી. જે દર્શાવે છે કે એક માં આવી તો ના જ હોય કે જે પોતાના બાળકોની માંગણીઓ ને આંખ આળા કાન કરે. માટે મે અગાઉ  પણ જાહેર કરેલું છે તેમ અમારી માંગને લઈ સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરે સમાનતા અને ન્યાયના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી યોગ્ય પગલા નહી ભરે તો મારે પ્રાણના જોખમે આમરણ અનસન કરવાની નોબત આવશે અને જે કરવા હું સંપર્ણ પણે કટિબદ્ધ છુ.માટે ગુજરાતના એક યુવાન તરીકે આપને આ ખુલ્લા પત્ર થકી તે જ કહેવા માંગુ છુ, ગુજરાતનાં યુવાનોની પરીક્ષા લેવાની બંધ કરો અને અમારી માંગોની દિશામાં યોગ્ય પગલા ભરો અમે કોઈ ગેરવ્યાજબી માંગ કરી નથી કે આપની સરકારે આટલુ વિચારવું પડે. જો આપ મારાથી નારાજ હોવ કે મેં આપની સાથે ફોટો પડાવવાની ના પાડી દીધી હતી તો હું ફરી યાદ કરાવીશ કે મે તે સમયે પણ કહેલુ મને લાગશે ત્યારે ચોક્કસ આપ સાથે ફોટો પડાવીશ માટે તે વાતથી વ્યક્તિગત દ્વેષ ના રાખી અમારી માંગણીઓ ઉપર ઝડપથી કાર્યવાહી કરશો તથા ગુજરાતની પ્રજા ને સમાનતા અને ન્યાયના દર્શન કરાવશો તો ચોક્કસ આ દીકરો આપવા વખાણ કરતા નહીં ખચકાય. અને તેમ નહીં થાય તો મજબુરી માં 23 તારીખથી આમરણ અનસન  કરી જીવની બાજી લગાવીશ. આપ માંગણીઓ ઉપર કાર્યવાહી કરો આપ તે દિશામાં આગળ વધો. હવે નક્કી આપે કરવાનુ છે કે આપની સરકાર સમાનતા અને ન્યાયના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખી અમારી માંગણીઓ ઉપર કાર્યવાહી કરી એક સાચી પ્રેમાળ માંના દર્શન કરાવશે કે પોતાના બાળકો ને પ્રેમના કરતી માઁ બનશે. નક્કી આપે કરવાનુ છે. 
મારુ ભણતર રોકવામાં આવ્યુ છે પરંતુ હવે હું અન્ય યુવાનોના ભણતર ને ધ્યાને રાખી શિક્ષણને કમોડીટી બનાવવાના સિદ્ધાંત સામે લડીશ ત્યાં સુધી જ્યા સુધી ગુજરાતમાં યોગ્ય શિક્ષણ નીતિ, ચિટફંડનાં પિડિતોને ન્યાય, પર્યાવરણની રક્ષા અને બેરોજગાર યુવાનોને રોજગાર આપવાની યોગ્ય નીતિ બવાવવામાં ના આવે.  સાહેબ માઁ બનશો તેવી આશા સાથે આ ખુલ્લો પત્ર આપને લખી રહ્યો છું. 
 
રોમેલ સુતરિયા 
(એક આવજ – એક મોર્ચા / વોઈશીસ ઓફ યુથ)  
તારીખ – 16 એપ્રિલ 2018

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp