રોટરી ક્લબ ઓફ સુરતને મળ્યાં 81માં પ્રમુખ

PC: khabarchhe

રોટરી ક્લબ ઓફ સુરતનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં નવા વરાયેલા પ્રમુખ નિખિલ મદ્રાસી અને તેમની ટીમનો પદગ્રહણ સમારોહ રોટરીના પૂર્વ આંતરાષ્ટ્રીય ડિરેક્ટર રોટેરિયન મનોજ દેસાઇની હાજરી યોજાયો હતો. 

આ પ્રસંગે મનોજ દેસાઇએ જણાવ્યું કે, રોટરી એટલે શિસ્ત, આંતરરાષ્ટ્રીય માળખા સાથે તાલમેલ રાખી શિસ્તબધ રીતે પાંગરતી વિશાળ સંસ્થા એટલે રોટરી.

નિખિલ મદ્વાસીએ જણાવ્યું હતું કે, રોટરી ક્લબ ઓફ સુરત 83માં વર્ષમાં પ્રવેશવા જઇ રહ્યું છે. ત્યારે આ સંસ્થાના 81માં પ્રમુખ તરીકે રોટરી પ્રવૃત્તિનો વ્યાપ વધારવો એ મારું મુખ્ય લક્ષ્યાંક છે. ભારતમાં રોટરીવાદના 100 વર્ષ અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના અમુક ભોગાનું બનેલું ડિસ્ટ્રિક્ટ 3060ના 50માં વર્ષની ઉજવણી ચાલી રહી છે. ત્યારે 50 રક્તદાન શિબિરો, 50 મેડિકલ કેમ્પો, સમાજ ઉપયોગી 100 વિષયો પર વિવિધ વક્તાઓના વક્તવ્યો જેવી પ્રવૃત્તિઓ પર ભાર મુકાશે.આ વ્યકિતઓ શપથ લીધા

આ વ્યકિતઓ શપથ લીધા

આ પ્રસંગે પ્રમુખ તરીકે નિખિલ મદ્વાસી, પ્રેસિડન્ટ ઇલેક્ટ તરીકે અજય મહાજન, પ્રેસિડન્ટ નોમિની ભિષ્મા જરીવાલા, મંત્રી સંદિપ નાણાવટી, સહમંત્રી CA તેજસ ગાંધી, ખજાનચી CA વિજય મેટવાની જ્યારે ડિરેક્ટર્સ તરીકે ભુપેન્દ્ર જરીવાલા, હર્ષદ કિનખાબવાલા, એડવોકેટ અજય મહેતા, નિરવ ત્રિવેદી, વિનિત પંચાલ, સાર્જન્ટ એટ આર્મ્સ તરીકે કેતન પટેલ, રાજીવ મોદી અને નિમિત શાહની નિમણૂક થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp