રાજકોટમાં RPFના PSI બલરામ ચૌધરી 10 દિવસથી ગુમ, પત્નીના ઉચ્ચ અધિકારી પર આક્ષેપ

PC: youtube.com

રાજકોટમાં રેલવે પોલીસ ફોર્સમાં ફરજ બજાવી રહેલા PSI છેલ્લા 10 દિવસથી ગૂમ છે. PSIના પત્ની દ્વારા આ બાબતે રેલવેના અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા PSIને શોધવા માટેના કોઈ પણ પ્રકારના પ્રયાસ ન કરવામાં આવતા હોવાના આ આક્ષેપ તેમની પત્ની દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યા છે. PSIની પત્નીએ રેલવેના ઉચ્ચ અધિકારીઓના ત્રાસમાં કારણે પતિ ગૂમ થયા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. જે PSI ગૂમ થયા છે તેમનું નામ બલરામ ચૌધરી છે. તેઓ 6 જાન્યુઆરીથી ગૂમ થયા છે.

PSI બલરામ ચૌધરીના પત્નીએ મીડિયા સાથે વાતચીત કરતા એવું પણ કહ્યું હતું કે, તેમના પતિ બલરામ ચૌધરી 6 જાન્યુઆરીના રોજ ક્રાઈમ કોન્ફરન્સમાં જવાનું કહીને ઘરેથી નીકળી ગયા હતા પરંતુ ત્યારબાદ તેઓ પરત આવ્યા નથી. PSI બલરામ ચૌધરીની પત્નીનું નામ અમૃતા ચૌધરી છે. PSIની પત્નીના આક્ષેપ અનુસાર રેલવેના અધિકારીઓ તેમને છેલ્લા 5 વર્ષથી માનસિક ત્રાસ આપી રહ્યા હતા. રેલવે વિભાગ દ્વારા કઈ કરવામાં આવ્યું નથી. રેલવેના IP પ્રવીણકુમાર પર માનસિક ત્રાસ આપવા બાબતેનો આક્ષેપ અમૃતા ચૌધરીએ લગાવ્યો. તેમને એમ પણ કહ્યું કે, પહેલા DSP અનુપકુમાર શુક્લા પણ ત્રાસ આપતા હતા. અમૃતા ચૌધરી જ્યારે પતિ ગૂમ થવા મામલે મીડિયા સાથે વાતચીત કરતા હતા ત્યારે તેઓ રડવા લાગ્યા હતા. અમૃતા ચૌધરીએ 7 જાન્યુઆરીના રોજ રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

PSI બલરામ ચૌધરીના પત્ની અમૃતા ચૌધરીએ ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, મારા પતિ 6 જાન્યુઆરી 2022થી ગૂમ છે. એટલે મેં 7 જાન્યુઆરીના રોજ મેં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં મિસિંગ રિપોર્ટ લખાવી છે. મારા પતિની હજુ સુધી કોઈ માહિતી મળી નથી. રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મારા પતિને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. રેલવે વિભાગ પણ આ મામલે જવાબદાર હોઈ શકે છે. શું ખબર તેને કઈ આમ તેમ કર્યું હોય. મારા પતિ માનસિક રીતે ખૂબ જ પરેશાન હતા. મારા પતિને પોલીસને શોધી શકી નથી. રેલવે પોલીસ પણ કઈ કરી રહી નથી.

તેમને એમ પણ જણાવ્યું હતું કે, મને પણ બ્લડ પ્રેસરની તકલીફ છે. હું આ સમયે ખૂબ જ અસહાય અને તણાવપૂર્ણ મહેસૂસ કરું છું. મારા પતિ ગૂમ થયાના આજે 10મો દિવસ છે પરંતુ મને કોઈ માહિતી મળી નથી. ન તો રેલવે પોલીસ કઈ કરી શકી નથી અને ગુજરાત પોલીસ પણ કઈ કરી શકી નથી. હું આના માટે રેલવે પોલીસના અધિકારી પવનકુમાર શ્રીવાસ્તવ અને IP પ્રવીણકુમાર સિન્હાને જવાબદાર ગણું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp