ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું

PC: Youtube.com

હવામાન વિભાગ દ્વારા બે દિવસ અગાઉ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જેથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બે દિવસ પહેલા અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું હતું, ત્યારબાદ તે ડિપ્રેશનમાં ફેરવાયું હતું. જેના કારણે ગુજરાતભરમાં તોફાની આફત સાથે આશરે 55 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હતી. જેથી ગુજરાતમાં તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી હતી. પણ આ વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર થશે નહીં.   

વાવાઝોડાની અસર થશે નહીં.

આજ રોજ હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ વાવાઝોડું ગુજરાત સુધી પહોંચશે નહીં. આ તોફાન યમનના અખાત પર છે, જે ગુજરાતથી 400 કિલોમીટર દૂર છે, જે આગામી 36 કલાકમાં નબળું પડશે અને ગુજરાતના દરિયામાં જ સમાઈ જશે.

સાવચેતી રાખવા માટે અપાઈ સલાહ

આ છતા પણ પ્રશાસન દ્વારા ગુજરાતના માછીમારોને યમનના અખાત તરફ માછીમારી ન કરવા જવાની સલાહ આપવામાં આવી છે અને ખાસ કરીને કરીને ઉનાળામાં દરિયાકિનારે ફરવા જતા પ્રવાસીઓને 36 કલાક સુધી દરિયા કિનારે ન જવાની સલાહ આપવામાં આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp