પોલીસ કમિશનર કચેરી અને કલેક્ટર કચેરી ખાતે સ્વચ્છતા દૂતોનું સન્માન કરાયું

PC: khabarchhe.com

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે "આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત ઓકટોબર માસ દરમિયાન ક્લીન ઈન્ડિયા અભિયાન યોજાઈ રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ શહેરના વિવિધ NGO દ્વારા પોલીસ કમિશનર કચેરી અને કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારી-સ્વચ્છતા દૂતોનું સન્માન કરાયું હતું, તેમજ પોસ્ટર્સ અને સુત્રો સાથે ક્લીન ઇન્ડિયાની માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત સૌને સ્વચ્છતા હી સુરક્ષા, સ્વચ્છ ભારતની પ્રતિજ્ઞા લેવડાવી ઓનલાઇન ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી ઈ-સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ હેડ ક્વાર્ટરના ACP પરમાર તેમજ અન્ય પોલીસ અધિકારીઓ અને કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પી.આર.ઓ. નેહાબેન પટેલ, અકસ્માત નિવારણ કેન્દ્રના પ્રમુખ રાજુ ઠકકર તેમજ કચેરીનો સ્ટાફ અને સફાઈકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp