ઊભા પાકમાં ભેજ માપી મોબાઇલ પર બતાવતા સેન્સર ગુજરાતની ખેતીમાં ક્રાંતિ લાવી શકે

PC: Khabarchhe.com

ઊભા પાકમાં કેટલો ભેજ છે તે માપી આપે એવા સેન્સર હવે આવી રહ્યાં છે. સસ્તી તકનિક અપનાવી લેવામાં આવે તો ગુજરાતમાં સિંચાઇ માટે 5મી ક્રાંતિ થઈ શકે તેમ છે. કોસ, મશીન, ફૂવારા, ટપક બાદ હવે સેન્સર દ્વારા સિંચાઇ થાય તેના દિવસો બહુ દૂર નથી. સ્માર્ટ ખેતી થાય તો નર્મદા આધારિત સિંચાઇ ક્ષમતા 16 લાખથી વધારીને 35 લાખ હેક્ટર થઈ શકે છે.

આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના એગ્રોનોમી વિભાગના ડો.હિરેન પટેલ, ડો.પિયુષ પટેલ અને ડો.સંજય એન શાહે પ્રિસિઝન ફાર્મિગ – ચોકસાઈ પૂર્વકની ખેતી અંગે અભ્યાસ કરીને ભેજ માપતા સાધનો વાપરવાની ભલામણ કરી છે. 100 રૂપિયાથી લઈને 16 હજાર સુધીની કિંમતમાં સાધનો આવવા લાગ્યા છે. જે પાણી અને પાકની ચોક્કસાઈ પૂર્વકની ખેતી કરી આપે છે. એક વર્ષમાં સિંચાઇનું ખર્ચ કાઢી આપે છે.

સેન્સર આધારિત ખેતી કરવામાં આવતા વાવેતર વિસ્તાર 90 ટકા વધે છે અને હાલ હેક્ટર દીઠ જે ઉત્પાદન મળે છે તેમાં 30 ટકાનો સીધો વધારો અને છોડના મૂળ અને છોડનો રોગ અટકાવીને મોટો ફાયદો મેળવી શકાય તેમ છે.

દરેક પાકમાં માટીમાં ભેજ કેટલો હોવો જોઈએ તેના ધોરણ નક્કી કરેલાં છે. તે પ્રમાણે જો જમીનમાં પાણી આપવામાં આવે તો હાલ જે ક્યારા પદ્ધતિથી પાણી અપાય છે તેના 6થી 16 ટકા પાણીથી ઉત્પાદન લઈ શકાય છે. તેનો સીધો મતલબ એ થયો કે એક વિઘા જમીનમાં જેટલો ક્યારાથી પાક લઈ શકાય છે તે 80થી 90 વીઘા જમીનમાં પાક લઈ શકાય છે.

ગુજરાતમાં હવે ખેતીની જમીનમાં પાક ઊભો હોય ત્યારે ભેજ માપવાના સાધનો મળતા થયા છે. હાલ ફૂવારામાં 40 ટકા અને ટપકમાં 80 ટકા પાણી બચાવવાની પદ્ધતિ અમલી છે. પણ ભેજ માપીને પાણી આપવાની પદ્ધતિ હજુ ખેતરોમાં જોવા મળતી નથી. તો તેમ થાય તો હાલ સિંચાઈ વિસ્તાર છે. તે સીધો ઓછામાં ઓછો 2 ગણો કરી શકાય છે.

સેન્સર જમીનમાં વોલ્યુમેટ્રિક પાણી-ભેજ માપે છે. ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ, ડાઇલેક્ટ્રિક અથવા ન્યુટ્રોન સાથે ક્રિયા પ્રતિક્રિયાનો ઉપયોગ કરીને આડકતરી રીતે વોલ્યુમેટ્રિક પાણી સામગ્રીને માપે છે. માઇક્રોવેવ કિરણોત્સર્ગ જમીનના ભેજથી પ્રભાવિત થાય છે. તેનો ઉપયોગ હાઇડ્રોલોજી અને કૃષિમાં ભેજ સંવેદના માટે થાય છે. પોર્ટેબલ ચકાસણીનાં સાધનોનો ઉપયોગ ખેડૂતો અથવા માળી કરી શકે છે.

નવી સિંચાઇ પદ્ધતિને સુનિશ્ચિત સિંચાઇ કહે છે. પાણી અને પાકનો અસરકારક રીતે ઉપયોગ કરવા માટે, જમીનના ભેજ સેન્સર હોવા જોઈએ. જમીન ભેજનું મોનીટરીંગ આખા ખેતરમાં સાધનો જમીનની અંદર મૂકીને કરીવા આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ કરી છે.

વોટરમાર્ક, ટેન્સિઓમીટર, મેટ્રિક્સ સેન્સર જેવા સેન્સર છે. જે છોડને ખરેખર કેટલા ભેજ-પાણીની જરૂર છે તેની ગણતરી કરીને કોમ્પ્યુટર દ્વારા કે મોબાઈલ ફોન પર બતાવી દે છે. તેથી છોડને કેટલા પાણીની જરૂર છે અને કેટલું વધારે પાણી આપવામાં આવ્યું છે તેનું આખા ખેતરનું ચિત્ર રજૂ કરી દે છે.

જમીનની અંદર છોડને કયા તત્વો નથી મળતાં તે બતાવતાં સેન્સર ભેજ સેન્સર સાથે પણ આવે છે. તેથી છોડ, વેલા કે વૃક્ષને કયા તત્વો આપવા જોઈએ તેની ગણતરી કોમ્પયુટર પર કરીને ખેડૂતને બતાવે છે.

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp