સરદાર સરોવર નિગમના ઈજનેરે 8 માસથી નોકરીએ આવવાનું કર્યુ બંધ, કારણ છે ચોંકાવનારું

PC: sardarsarovardam.org
(પ્રશાંત દયાળ)
થોડા વર્ષ પૂર્વે ઉત્તર પ્રદેશના એક IGP માનવા લાગ્યા હતા કે તેઓ ભગવાન કૃષ્ણની રાધા છે અને તે પોલીસ અધિકારી હોવા છતાં રાધા જેવા વસ્ત્રો પહેરવા લાગ્યા હતા, આવી જ ઘટના વડોદરાના સરોવર નિગમમાં ફરજ બજાવતા ઈજનેર રમેશચંદ્ર ફેફરની થઈ ગઈ છે, તેઓ પણ માનવા લાગ્યા છે કે તેઓ ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર છે, જેના કારણે તેમણે ઓફિસમાં આવવાનું બંધ કરી દીધુ છે, જ્યારે સરદાર સરોવરના કમિશનર દ્વારા ફરજ ઉપર ગેરહાજર રહેવા માટે તેમને નોટીસ આપી તો ફેફરને તેના વળતા જવાબમાં તેઓ કલ્કી અવતાર હોવાનું જણાવી વૈશ્ચિક ચેતના અને વરસાદ માટે સાધના કરતા હોવાનું જણાવી ઓફિસમાં તેઓ ભૌતિક રીતે હાજર રહી શકશે નહીં તેવો જવાબ આપ્યો છે.
તા 15મી મે 2018ના રોજ સરદાર સરોવર પુનવસન એજન્સીના કમિશનરે ઈજનેર રમેશચંદ્ર ફેફરને નોટીસ આપી હતી કે તા 22 સપ્ટેમ્બર 2017થી તેઓ ફરજ ઉપર ગેરહાજર રહે છે, આઠ મહિનામાં તેમણે કુલ 16 દિવસ જ નોકરી કરી છે, તેઓ રાજ્યપત્રીત અધિકારી છે અને તેમના તાબાના કર્મચારીઓને માર્ગદર્શન આપી તેમણે કામ લેવાનું છે પણ તેઓ ફરજ ઉપર ગેરહાજર રહેતા હોવાને કારણે તેમને સોંપવામાં આવેલા કામ ઉપર અસર થાય છે. આ પત્રના જવાબ તા 17મી મેના રોજ આપતા ફેફરે જણાવ્યુ હતું હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કી અવતાર છું અને  હાલમાં હું સાધના કરી રહ્યો છુ.

આ પત્રની સાથે તેમણે વિગતવાર પોતાની સાધનાની વાત પણ ટાંકતા લખ્યુ છે કે તેમના કારણે રાજ્યમાં સારો વરસાદ થઈ રહ્યો છે, તેમણે સાધના કરી માટે મચ્છુડેમ છલકાઈ ગયો હતો તેમણે શરૂ કરેલી સાધનાને કારણે 16 સપ્ટેમ્બર 2012થી સતયુગની સ્થાપના થઈ છે, કેટલાં ઈશ્વર વિરોધી તત્વો વરસાદને રોકવાનો પ્રયાસ કરે છે. પણ તેમની સાધનાને કારણે દુષ્કાળ પડતો નથી,આવી સ્થિતિમાં હું ઓફિસમાં ભૌતિક રીતે બેસી તેના કરતા ઘરે રહી સાધના કરૂ તે મહત્વનું છે., હું સાધના કરૂ તેના કારણે વરસાદ પડે તેનું વાતાવરણ ઉભુ થાય તે વધારે જરૂરી છે.

તેમણે પોતાની સાધનાના પરિણામની વાત કરતા ટાંક્યુ છે કે જે અમેરિકામાં દર ત્રણ વર્ષે દુષ્કાળ પડતો હતો ત્યાં છેલ્લાં 19 વર્ષથી સારો વરસાદ થઈ રહ્યો છે, પણ અમેરિકાના વૈજ્ઞાનિકો સારો વરસાદ કેમ થઈ રહ્યો છે તેના કારણો શોધી શકયા નથી, પણ કલ્કી અવતાર છું જેના કારણે આ શકય બન્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp