ગ્રામ્યસ્તરે પ્રશ્નોનો નિકાલ, 24મી ઓગસ્ટથી કેમ્પની શરૂઆત

PC: cmogujarat.gov.in

ગુજરાતના મુખ્યમંત્રીએ સામાન્ય લોકો માટે સરકારના વહીવટી તંત્રમાં અનેક ફેરફારો કર્યા છે અને જે ઓફિસરો કામ નથી કરતાં તેમને કામ કરતા કરીને રાજ્યનો વહીવટ સુધારવાનો પ્રયાસ શરૂ કર્યો ત્યારે 24મી ઓગસ્ટથી ફરી એક વાર રૂપાણી સરકાર લોકોને દ્વાર જવાની છે.

ગુજરાતની જનતાના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ થાય તે માટે રૂપાણી સરકાર સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે. સેવા સેતુનો આ ચોથો તબક્કો છે. સામાન્ય વહીવટ વિભાગે એક આદેશ કર્યો છે જેમાં પાંચથી છ હામ વચ્ચે એક કેમ્પ રાખીને સ્થળ પર જ ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નોનો નિકાલ કરાશે.

24મી ઓગસ્ટે આ સેવા સેતુ કાર્યક્રમો જે ગામમાં યોજાય ત્યાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને કેમ્પ રાખવામાં આવશે જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વન અધિકારી, સમાજ કલ્યાણના અધિકારી, વિસ્તરણ અધિકારી, વેટરનરી ઓફિસર, પુરવઠા ઇન્સ્પેક્ટર, ગ્રામ સેવક, સેવિકા, મેડિકલ ઓફિસર સહિતના એક ડઝન કર્મચારીઓ ઉપસ્થિત રહેશે અને પ્રશ્નોનો નિકાલ કરશે.

રૂપાણી સરકારે દર સપ્તાહમાં શુક્ર અને શનિવારે આ પ્રકારના કેમ્પ રાખવાની સૂચના આપી છે. કાર્યક્રમના સ્થળ અને સમય અગાઉથી જાહેર કરાશે પરંત રજૂઆતો અગાઉથી મેળવાશે નહીં. સેવા સેતુ કાર્યક્રમ આધાર કાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્રો, વાત્સલ્ય કાર્ડ સહિતના વિવિધ પ્રશ્નો સ્થળ પર ઉકેલાશે. આ કાર્યક્રમો ગ્રામ્ય કક્ષાએ યોજાવાના છે અને જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ આદેશ પણ કરી દેવાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp