શંકરસિંહ બાપુએ ગુજરાતના આ પાર્ટીના નેતાઓને ફૂટેલા કહ્યા

PC: indiatoday.in

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકારણના અઠંગ ખેલાડી શંકરસિંહ વાઘેલાએ ગુજરાત ભાજપ અને કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. રાજકારણમાં 50 વર્ષથી અડીખમ રહેલા શંકરસિંહ બાપુએ તાજેતરમાં પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટીની રચના કરી છે, પરંતુ પોતે કોઇ હોદ્દો લીધો નથી. આ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દાંતાના રાજવી રિદ્ધીરાજને બનાવાયા છે.

વાઘેલા બાપુએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં આરોપ લગાવ્યો હતો કે,ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના હાઇ કમાન્ડ ફુટેલા છે. બાપુએ રાહુલ ગાંધી વિશે કહ્યુ હતું કે, તેઓ મેન્ટલી ફીટ અને ઓપન માઇન્ડેડ નેતા છે અને પ્રજાની વચ્ચે ગયા પછી ઘણું શીખ્યા છે. રાહુલ કોઇ સાંસદોને ધક્કો મારી શકે તેવા નેતા નથી.

બાપુએ કહ્યું કે જો અમારી પાર્ટીને ગુજરાતમાં તક મળશે તો દારૂબંધી દુર કરાવીશું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp