નરેશ પટેલનો પુત્ર કોંગ્રેસના સમર્થનમાં, જાણો કેમ જોડાયા કોંગ્રેસ સાથે

08 Dec, 2017
12:18 PM
PC: facebook.com

ખોડલધામના નરેશ પટેલ કોને સમર્થન આપશે, તેને લઈને અવઢવ છે, ત્યારે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે કોંગ્રેસમાં જોડાયને બધાને ચોંકાવી દીધા હતા. શિવરાજ પટેલે આજે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો અને કહ્યું હતું કે, મારે બદલાવ જોઈએ છે, એટલે હું કોંગ્રેસ સાથે જોડાણો છું. આ મારો વ્યક્તિગત નિર્ણય છે, તેનો કોઈ સંસ્થા સાથે સંબંધ નથી.

મીડિયાએ શિવરાજ પટેલને ઘણા સવાલો પૂછવાની કોશિશ કરી હતી, પરંતુ તે બધા સવાલનો જવાબ આપવાથી બચ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હું કઈપણ બોલીશ તેને મારા પિતા સાથે જોડવામાં આવશે, એટલે હું કંઈ વધારે બોલવા માગતો નથી. મિતુલ દોંગાની સભામાં શિવરાજે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. મિતુલ દોંગા વિશે શિવરાજે કહ્યું હતું કે, અમારો અને મિતુલભાઈનો સંબંધ બહુ જૂનો છે, ખાસ કરીને મારો સંબંધ. પહેલા હું એ વાત સ્પષ્ટ કરવા માગું છું કે, આ મારો વ્યક્તિગત નિર્ણય છે, તેમાં કોઈ સંસ્થાનો હાથ નથી.

મેં નક્કી કરેલું એક વાર તો મિતુલભાઈની સભામાં જવું છે અને તેમને સમર્થન આપવું છે. આ સંપૂર્ણપણે મારો વ્યક્તિગત નિર્ણય છે, હું કોઈના કહેવાથી કે કોઈના થકી નથી બોલતો. મિતુલભાઈ મારા મોટાભાઈની જેમ છે. તેમણે હંમેશાં મને ગાઇડલાઇન આપી, હંમેશાં મને આગળ વધવામાં તેમણે મદદ કરી છે. એટલે હું મિતુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. શિવરાજે મતદારોને સમજી-વિચારીને મત આપવાની અપીલ કરી હતી.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.