રાજકોટમાં સ્વાઈન ફ્લૂ વકર્યો, 13 દિવસમાં 4 દર્દીઓના મોત, 6 નવા કેસ ઉમેરાયા

PC: youtube.com

રાજકોટમાં સ્વાઇન ફ્લૂએ ફરી માથુ ઉંચક્યુ છે. આજે 13 જાન્યુઆરીએ રાજકોટમાં આશરે 6 જેટલા સ્વાઈન ફ્લૂના પોઝિટિવ કેસ નોધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. આ 6 લોકોમાં રાજકોટના બે વ્યક્તિઓ તેમજ અમરેલી, મોરબી, અને કચ્છ જિલ્લાના એક એક દર્દીઓને સ્વાઈન ફ્લૂના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. 6 લોકોમાંથી 4 મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.

સ્વાઈન ફ્લૂના છેલ્લા 13 દિવસમાં આશરે 33 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમની સારવાર ચાલી રહી હતી ત્યારે સારવાર દરમિયાન 4 જેટલા દર્દીઓના મોત થયા હોવાનુ જાણવા મળ્યુ છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં લગભગ 24 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થઈ રહ્યો હોવાના કારણે આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યુ છે. આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોને ખાસ હાજર રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. મહાનગર પાલિકા દ્વારા પણ આ રોગને વકરતો અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ હોસ્પિટલમાં સ્લાઇન ફ્લૂના દર્દીઓ માટે અલગ વોર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે રોગ વધારે વકરે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp