સોમનાથના સુવર્ણયુગની શરૂઆત થઈ

14 Aug, 2017
01:31 AM
PC: khabarchhe.com

સોમનાથ મંદિરના ગર્ભગૃહ-શિખર વિગેરે સુવર્ણ મંડિત થયા છે, સોમનાથ મંદિરના શિખર-ગર્ભગૃહ ત્યાર બાદ મંદિરના બાકિ રહેતા મુખ્યભાગો નૃત્યમંડપ, સભામંડપ સહિતના ૧૪૫૫ જેટલા કળશો સુવર્ણમંડિત કરવાની પ્રયોજના શરૂ થવાની છે. આજરોજ અમદાવાદના શિવભક્ત ઉદ્યોગપતીઓ શ્રાવણમાસના પાવન પર્વે શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા. આ પ્રોજેક્ટની શરૂઆત પહેલા જ અમદાવાદના શિવભક્ત ઉધોગપતિઓ ગીરીશભાઇ પટેલ દ્વારારૂ|.૫.૫૧ લાખ, મયુરભાઇ દેસાઇ રૂ.૫.૫૧ લાખ તરફથી મોટા સુવર્ણકળશ માટે, તેમજ  દિપકભાઇ પટેલ રૂ.૧.૨૧ લાખ, સુનિલભાઇ પટેલ રૂ|.૧.૨૧ લાખ, તરફથી નાના સુવર્ણકળશ માટે દાન આપેલ. સુવર્ણકળશો માટે પ્રથમ દાન આપી ઉધોગપતીઓએ સંકલ્પ સાથે મહાપૂજા કરી શુભારંભ કરેલ હતો.

દાતા પરિવારે આ મુખ્યદાનનો સંકલ્પ કરેલ જ્યારે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું કે "અમો પોતાને ભાગ્યશાળી સમજીએ છે કે મહાદેવે આ કાર્યના શુભારંભની સુવર્ણતક અમારા ફાળે આપી છે " આ પ્રસંગે ટ્રસ્ટના જનરલ મેનેજર તથા સિનિયર પ્રોજેક્ટ એન્જીનિયર દાતા પરિવારનું સન્માન કર્યું હતુ.દાતા પરિવારે સ્વાઇપ મશીનથી કેશલેસ ટ્રાન્ઝેક્શન કરી આ દાન શિવાર્પણ કરેલ હતું.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: