બેઝમેન્ટ કે પાર્કિંગ જેવી જગ્યાનો વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ કરનારા સાવધાન

PC: faundesign.com

શહેરમાં અડચણરૂપ તેમજ ગેરકાયદેસર પાર્કિગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેના નિરાકરણ માટે સુરત શહેરના પોલીસ કમિશ્નર સતીષ શર્માએ એક જાહેરનામા દ્વારા જરૂરી હુકમો કર્યા છે. જાહેરનામા અનુસાર સુરત શહેરમાં અડચણરૂપ પાર્કિંગ અને ગેરકાયદેસર પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. બેઝમેન્ટ, સેલર, ટેરેસ, પાર્કિંગ જેવી કોમન જગ્યા કોઇપણ વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિને વેચાણ કરી શકાય નહીં તથા વ્યક્તિગત વપરાશ માટેના કરાર પણ કરી શકાય નહી.

જે બાબત નામદાર સુપ્રીમ કોર્ટના સીવીલ અપીલ નંબર-2544/2010 ના જજમેન્ટમાં પણ જણાવેલ છે. સુરત શહેરમાં પોલીસ કમિશ્નરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં આવેલ કોઇપણ બિલ્ડીંગના બેઝમેન્ટ, સેલર, ટેરેશ, કોમન જગ્યા કે જે વાહનોના પાર્કિંગ કે અન્ય ઉપયોગ માટે રાખવામાં આવેલ છે. તે જગ્યાઓમાં ફોર-વ્હિલર, ટુ-વ્હિલર, થ્રી-વ્હિલર વિગેરે પ્રકારના જુના તથા નવા વાહનોની લે-વેચ કરતાં વેપારીઓ તેમના માલિકોના શૉ-રૂમમાં, ડીસપ્લેમાં થોડા વાહનો મુકી બાકીના વાહનો ઉપરોક્ત પ્રમાણની કોમન જગ્યામાં મુકે છે.

તદ્દઉપરાંત ટુ-વ્હિલર, ફોર-વ્હિલર, થ્રી-વ્હિલર રીપેરીંગ કરવાવાળા, ગેરેજોવાળા અને વાહનોમાં એસેસરીઝ ફીંટીગ કરવાવાળા વેપારીઓ પણ આ પ્રકારની કોમન જગ્યાઓ જે જાહેર જનતાના રોજ-બરોજના પાર્કિંગ માટે રાખવામાં આવેલ હોય તે જગ્યા તેઓ ધંધા અર્થે આર્થિક ફાયદા સારૂ ગોડાઉન તરીકે તથા વ્યક્તિગત વ્યાવસાયિક વપરાશની મિલ્કત તરીકે ઉપયોગ કરે છે. વિવિધ રેસ્ટોરન્ટ દ્વારા પણ ખુરશી-ટેબલની બેઠક વ્યવસ્થા તથા કેટલીકવાર કિચનની તથા અન્ય વ્યવસ્થા પણ કોમન પ્લેસમાં કરવામાં આવે છે. વિવિધ મૉલ તેમજ શૉપિંગ કોમ્પલેક્ષમાં અમુક દિવસોએ પાર્કિંગની જગ્યામાં એક્ઝીબિશનનાં સ્ટૉલ ઉભા કરવામાં આવે છે. ઉપરોક્ત તમામ બાબતોને કારણે આવા શૉપિંગ કોમ્પલેક્ષ/મોલની મુલાકાતે આવતા લોકોને ફરજીયાત પણે પોતાના વાહનો ટ્રાફિકને અડચણરૂપ રોડ ઉપર પાર્કિંગ કરવા પડે છે. જેના કારણે ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે.

પોલીસ કમિશ્નર સુરત શહેરના હકુમત હેઠળનાં સમગ્ર વિસ્તારમાં આવેલ બેઝમેન્ટ તથા પાર્કિંગ જેવી કોઇપણ કોમન જગ્યાનો કોઇપણ વ્યક્તિ વ્યક્તિગત વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહી. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. જાહેરનામું તા.14/8/2018થી અમલમાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp