સુરતના ભાઠેનામાં ઉર્દુ શાળાના શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા હાથમાં ફ્રેક્ચર

PC: dainikbhaskar.com

સુરતના ભાઠેનામાં એક ઉર્દુ શાળામાં ધોરણ 7નાં વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર મારતાં તેનો હાથ તૂટી જવાની ઘટના સામે આવી છે. હાથ વધારે દુખતો હોવાથી બાળકના પરિજનો તેને સુરત નવી સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. ડોક્ટરોએ કહ્યું હતું કે બાળકના હાથમાં ફ્રેક્ચર આવ્યું છે. વિદ્યાર્થીના પરિજનો જ્યારે માર મારનાર શિક્ષક પાસે ગયા તો શિક્ષકે કહી દીધું કે જે કરવું હોય તે કરી દો.

ભાઠેનાના રાજનગરમાં રહેતા મોઇન શેખની માતાનું નિધન થયું હતું. માતાના નિધન બાદ પિતાએ બીજા લગ્ન કરી લેતા મોઇન પોતાના નાના પાસે જ રહેતો હતો. ઘરની નજીક જ આવેલી મહાનગરપાલિકા સંચાલિત સમિતિની ઉર્દુ માધ્યમમાં મોઇન હાલ સાતમાં ધોરણમાં અભ્યાસ કરે છે. બુધવાર સવારે મોઇન શાળાએ ગયો હતો. શિક્ષક રીઝવાને ક્લાસમાં મોઇનને એક પ્રશ્ન કર્યો હતો પરંતુ તેનો જવાબ તે આપી શક્યો નહીં. પ્રશ્નનો જવાબ નહીં આવડતા શિક્ષકે મોઇનના હાથમાં જોરથી દંડો માર્યો હતો. એ સમયે મોઇનને હાથમાં ઘણો દુખાવો ઉપડ્યો હતો પરંતુ તે ક્લાસમાં બેસી રહ્યો હતો.

શાળાં છૂટતાં જ્યારે તે ઘરે પહોંચ્યો તો મોઇને નાનાને હાથ દુખતો હોવાની ફરિયાદ કરી હતી, તે હાથ ઉપાડી શકતો ન હતો. મોઇનના નાના તેને તરત સુરત સિવિલ હોસ્પિટલ લઇ ગયા. એક્સરેમાં ફ્રેક્ચર નીકળ્યો. સિવિલમાં ઉપચાર બાદ મોઇનને હવે પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. પોલીસે આ મામલે ફરિયાદીની ફરિયાદ પર આરોપી શિક્ષક પર કેસ દાખલ કરી લીધો હતો. 

મોઇનના નાના સલીમભાઇએ જણાવ્યું કે મોઇને જ્યારે જણાવ્યું કે શિક્ષકે તેને માર માર્યો છે તો તેની ફરિયાદ કરવા શાળાએ પહોંચ્યા હતા. ત્યાં શિક્ષકે ફરિયાદ તો ન સાંભળી પરંતુ ઉપરથી કહી દીધું કે જે થાય તે કરી લો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધાવી છે અને તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp