રાજ્ય સરકારે બિન અનામત વર્ગની 69 જાતિઓની યાદી કરી જાહેર, પાટીદારોનો સમાવેશ

PC: punchnamu.com

ગુજરાત સરકારે બિન અનામત કેટેગરી હેઠળ પાટીદારો સહિતની 69 જાતિઓની સૂચિ બહાર પાડી છે. ગુજરાત રાજ્ય અનામત વર્ગ કોર્પોરેશનની કલ્યાણકારી યોજનાઓના ફાયદા માટે આ જાતિને PPLને પ્રમાણપત્ર આપવામાં આવશે.

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ મુજબ ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરીને બિનઅનામત વર્ગોના શૈક્ષણિક અને આર્થિક વિકાસની પ્રવૃતિઓ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઠરાવ મૂજબ હવે ગુજરાત રાજ્યના સંદર્ભમાં ભારત સરકાર હેઠળના અનામતના હેતુ માટે જાહેર કરાયેલી અન્ય પછાત વર્ગોની યાદીઓમા સમાવાયેલ જાતિઓ સિવાયની જાતિઓનો સમાવેશ પણ બિન અનામત વર્ગોની જાતિઓમાં થાય છે.

હાલ ગુજરાત રાજ્યની 36 અનુસૂચિત જાતિઓની યાદી પરિશિષ્ટ-ક મુજબ છે તેમજ 32 અનુસુચિત જનજાતિઓની યાદી પરિશિષ્ટ-ખ મુજબ છે. આ સિવાય રાજ્ય સરકાર હેઠળના અનામતના હેતુ માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અને અન્ય પછાત વર્ગોની યાદી પરિશિષ્ટ-ગ મુજબ છે. તો ભારત સરકાર હેઠળના અનામતના હેતુ માટે અન્ય પછાત વર્ગોની યાદી પરિશિષ્ટ-ઘ મુજબ છે.

આ સિવાય હવે બિન અનામત વર્ગો, જૂથો, સમૂહો અને જાતિઓની યાદી પરિશિષ્ટ-ચ મુજબ રહેશે. જેમાં 42 હિન્દુ જાતિ , 24 મુસ્લિમ અને 3 અન્ય જાતિઓ એમ કુલ 69 જાતિઓને સમાવેશ કરવામાં આવ્યો છે.

બિનઅનામત હિન્દુ જાતિના વર્ગમાં 42 જ્ઞાતિઓનો સમાવેશ થયો છે તે આ મુજબ છે
(1) બ્રાહ્મણ (2)નાગર બ્રાહ્મણ, નાગર (3) વળાદરા બ્રાહ્મણ (4) અનાવિલ બ્રાહ્મણ (5) ઔદિચ્ય બ્રાહ્મણ (6) તપોધન બ્રાહ્મણ (7) મેવાડા બ્રાહ્મણ (8) મોઢ બ્રાહ્મણ (9) ગુગળી બ્રાહ્મણ (10) સાંચોરા બ્રાહ્મણ (11) સારસ્વત બ્રાહ્મણ (12) શ્રીમાળી બ્રાહ્મણ (13) રાજપૂત, રજપૂત (14) ક્ષત્રિય (15) વાણિયા, વૈષ્ણવ શાહ (17) ભાટિયા (18) ભાવસાર (19) ભાવસાર(જૈન) (20) બ્રહ્મ ક્ષત્રિય (21) ક્ષત્રિય પ્રભુ (22) નાન્યેતર જાતિ (જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે) (23) પુજારા (24) કેર (25) ખડાયતા (26) ખત્રી (27) કળબી, કણબી (28) લેઉવા પાટીદાર, પટેલ (29) કડવા પાટીદાર, પટેલ (30) લાડ વાણિયા (31) શ્વેતાંબર જૈન વાણિયા (32) દિગંબર જૈન વાણિયા (33) લોહાણા, લવાણા, લુહાણા (34) મંડાલી (35) મણિયાર (36) મરાઠા રાજપૂત (ગુજરાતમાં સ્થાયી થયેલા) (37) મહારાષ્ટ્રીયન (જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે અને ગુજરાતમાં સ્થાયી થયેલા) (38) દશા, વીસા જૈન(39) પોરવાલ જૈન(40) સોમપુરા, સોમપુરા બ્રાહ્મણ (ઘંડિયા સલાટ સિવાયના) (41) સોની, સોનાર, સુવર્ણકાર (42) સિંધી (જે OBC/SEBCમાં ન હોય તે).

બિનઅનામત મુસ્લિમ જાતિના વર્ગમાં 24 જ્ઞાતિનો સમાવેશ કરાયો છે તે આ મુજબ છે.
1) સૈયદ (2) બલોચ (3) બાવચી (4) ભાડેલા (મુસ્લિમ) (5) અલવી વોરા (મુસ્લિમ) (6) દાઉદી વોરા (7) સુલેમાની વોરા (8) મુસ્લિમ ચાકી (9) જલાલી (10) કાગઝી (મુસ્લિમ) (11) કાઝી (12) ખોજા (13) મલિક (જે OBC/SEBCમાં ન હોય તે) (14) મેમણ (15) મોગલ (16) મોમિન (પટેલ) (17) પટેલ (મુસ્લિમ) (18) પઠાણ (19) કુરેશી (સૈયદ) (20) સમા (21) શેખ (જે OBC/SEBCમાં ન હોય તે) (22) વ્યાપારી (મુસ્લિમ) (23) અત્તરવાલા.

બિનઅનામત અન્ય ધર્માવલંબી 3 જાતિઓ સમાવેશ થાય છે તે આ મુજૂબ છે.
1) પારસી (2) ખિસ્તી (જે અનુસૂચિત જાતિમાંથી ધર્માતરિત થયેલ નથી તે) (3) યહુદી

બિન અનામત વર્ગનુ પ્રમાણપત્ર આપવા માટે સક્ષમ સત્તાધિકારીઓને કામ સોંપવામાં આવ્યુ છે. જે કોઈ પણ અરજદારે બિનઅનામત વર્ગનુ પ્રમાણપત્ર મેળવવા ઈચ્છે તે અનામત વર્ગનુ પ્રમાણપત્ર મેળવવા માટે જે ડોક્યુમેન્ટ આપવા પડે છે એ જ ડોક્યુમેન્ટ આપવાના રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp