26th January selfie contest
BazarBit

રાજ્ય સરકાર પોતે ઇચ્છે છે કે લોકો હરવા-ફરવા લાગે, 15 દિવસમાં થશે 2 નવી જાહેરાત

PC: Khabarchhe.com

ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે ઉદ્યોગોની સ્થિતિ કફોડી બની છે. રાજ્યના પ્રવાસનવિભાગને પણ મોટો ફટકો પડ્યો છે, પરંતુ હવે તેમાંથી બહાર નિકળવા માટે વિભાગે તૈયારી શરૂ કરીછે.

રાજ્યના પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. વિદેશી પ્રવાસીઓ તો ઠીક બીજા રાજ્યોના પ્રવાસીઓપણ મહામારીના કારણે આવી શકતા નથી. હજી દિવાળી સુધી ગુજરાતમાં પ્રવાસીઓ આવી શકે તેમનથી. કોરોનાના ડર અને સરકારના પ્રતિબંધોના કારણે ટુરિસ્ટ સ્થાનો સૂનાં પડ્યાં છે.

સમગ્ર દેશ અને દુનિયાની જેવી હાલત છે તેવી ગુજરાતના ટૂર ઓપરેટરોની હાલત છે. આ સેક્ટરમાંરોજગારી પણ છિનવાઇ રહી છે. તેવામાં સરકારે પ્રવાસન વિભાગને બુસ્ટ આપવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

રાજ્યના ટુરીઝમ વિભાગે વોકલ ફોર લોકલ ને વેગ આપવાનુ શરુ કર્યુ છે. આ સાથે રાજ્ય સરકાર નવીબે પોલિસી સાવી રહી છે. રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યુ કે, વોકલ ફોર લોકલએટલે એજ પરંપરા-જે આપણાં વડીલોના સમયમાં જોવા મળતી. હતી. પહેલાં મહેમાન આપણાં ઘરે આવતા ત્યારે તેમનીઆગતા સ્વાગતા સાથે તેમને આપણા ઘરની આસપાસ જોવાલાયક જગ્યાઓ જોવા લઇ જતા હતા.

 આપણી એજ સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરતા વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરવાનો આદેશ આ પોલિસીમાં છે. આ સ્લોગન ના પ્રચાર પ્રસાર હેઠલ હવે ગુજરાતના જોવાલાયક સ્થળોનેરાજ્ય સરકાર ગુજરાતીઓ માટે પ્રમોટ કરશે. સવારે જઇને સાંજે પાછા આવી જવાય તે રીતે લોકલટુરીઝમ ને ધબકતુ કરવા પ્રયાસ કરશે.

 રાજ્ય સરકાર એડવેન્ચર પોલિસી અને હેરિટેજ પોલિસી લાવી રહી છે. આ બંન્ને પોલિસીના માળખાનીરચનામાં - ટુરીઝમ સચિવ મમતા વર્માની મહેનત છે.એડવેન્ચર પોલિસી અંતર્ગત અન્ય રાજ્યોમાં જોવા મળતી રાફટીંગ , પેરાગ્લાઇડીંગ ,અંડર વોટર રાઇડસ જેવા એડવેન્ચર સ્પોર્ટસ માટે પરવાનગી અપાશે, એટલુંજ નહી એ માટેના ધારાધોરણ નક્કી થશે.

 અંદાજે એક વર્ષ પહેલા અમદાવાદના કાંકરિયા ખાતે ચગડોળ તૂટી પડવાથી જે દુર્ઘટના ઘટી હતી. એવી દુર્ઘટનાઓ સામે હવે સહેલાણીઓ સહિત એડવેન્ચર સર્વિસ ચલાવનાર માલિકોને કાયદાનુરક્શણ મળશે. નિશ્ચિત ધારાધોરણો નક્કી થવાથી સામાન્ય પ્રજાની સલામતી વધશે.

હેરિટેજ પોલિસી અંતર્ગત ગુજરાતના જે મહેલ છે અથવા તો રાજા રજવાડાના જમાનાની કોઠીઓ છે જેરાજાઓને હસ્તક છે. તે મહેલોને પ્રજા માટે ખુલ્લા મુકવા અને રાજસ્થાનની જેમ હોટેલોમાં રુપાંતરિતકરવા રાજ્ય સરકાર પ્રોત્સાહન આપશે. આમ કરવાથી અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ રાજવી હેરિટેજ ને જોવા- રાજવી પરિવારોની રહેણીકરણીને આતિથ્ય માણવા દેશ અને દુનિયાના લોકો આકર્ષિત થશે.

 ટૂર ઓપરેટરો સાથે વર્ચ્યુઅલ બેઠકો બાદ વધુ સારા આઇડીયા સાથે ઝડપથી માર્કેટમાં આ પોલિસી સાથે આવી શકાશે. હાલ ટૂર ઓપરેટરોને થઇરહ્યો છે તે મંદી આ પોલિસીઓને કારણે તેજીમાં ફેરવાશે. પંદર દિવસમાં આ બે નવી પોલિસીઓનીજાહેરાત થાય તેવી સંભાવના છે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp