26th January selfie contest

'100 નવા ચહેરા આવશે' નિવેદન પર સી.આર.પાટીલે ચોખવટ કરી, કહ્યુ- જૂના MLAને...

PC: navgujarat samay

સી.આર. પાટીલે નવા ધારાસભ્યો મુદ્દે મોટી ચોખવટ કરી દીધી છે. તેમણે કહ્યું કે, 100 નવા ચહેરા આવશે. જે પાર્ટીમાંથી જ રહેશે. જે લોકો છે એમાં કોઈને બદલવાની વાત નથી. નવા ચહેરા આવવાની શક્યતા છે. તમે પૂરી શક્તિથી તમારા વિસ્તારમાં મહેનત કરશો અને લોકો જો સ્વીકારશે. તો ચોક્કસ પણે તમારામાંથી પણ સિલેક્શન થવાની પૂરી શક્યતાઓ છે. કોઈ પણ રાજકીય પાર્ટીની શક્તિ કાર્યકર્તાઓ હોય છે. આ વાત ભારતીય જનતા પાર્ટી સમજે છે. તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ન્યાય મળે કોઈ જગ્યાએ અન્યાય ન થાય ખોટા વ્યવહાર ન થાય એનું ખાસ ધ્યાન રખાશે.

જે વ્યક્તિમાં ટેલેન્ટ હશે એ વ્યક્તિને યોગ્ય જવાબદારી આપી દેવામાં આવશે. દરેકનું ધ્યાન રાખીશું અને કામ પણ આપીશું. જુના ધારાસભ્યોને બદલવા અંગે મેં કોઈ પ્રકારનું નિવેદન નથી આપ્યું. આ માત્ર કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવાની વાત છે. વિધાનસભામાં વિપક્ષના 70 ધારાસભ્યો છે. ભાજપના નવા 70 ધારાસભ્યો આવશે એ નક્કી છે. જોકે વિધાનસભાની ચૂંટણીને લઈને રણનીતિ અંગે તેમણે કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી.

ગુજરાત વિઘાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટા સંકેત આપેલા છે. તેમણે ઈશારો કર્યો હતો કે, નો રીપિટ થિયરી પર અમલ થશે. જેમાં કેટલાક લોકોને પત્તા કપાઈ શકે છે. હાલના 30 ધારાસભ્યોની ખાલી જગ્યાઓ પર નવા ચહેરા જોવા મળશે. પાટીલે કહ્યું હતું કે, હિંમતનગર ઘારાસભ્ય રાજેન્દ્ર સિંહ ચાવડા પણ અહીં કાયમી નથી. એ તો શું હું પણ અહીં કાયમી નથી. કોઈ મુદ્દાને લઈને પક્ષના રહેલા સભ્યોએ ખોટું લગાડવાની જરૂર નથી. કોઈ પણ કાર્યકર્તા ટિકિટ માગી શકે છે. પણ વ્યક્તિના ટેલેન્ટ અને લોક સ્વીકૃતિ પર એને ટિકિટ આપવામાં આવશે. આવનારા દિવસોમાં પક્ષ સંગઠનમાં એકદમ નવા ચહેરા હશે.

કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપતા પહેલા પાર્ટી જુદા જુદા સર્વે કરાવે છે. એ પછી નિર્ણય લે છે. આ માટે અંતિમ નિર્ણય હાઈકમાન્ડ કરે છે. ટિકિટનો મુદ્દો વ્યક્તિના સ્તર અને અમુક લેવલ પર આધાર રાખે છે. ધારાસભ્યએ લોકોના કેટલાક કામ કરક્યા છે. એના પર ટિકિટ મળે. એમનેમ નહીં. તાજેતરમાં જ નવી નિમાયેલી સરકારમાં નો રીપિટ થિયરી જોવા મળી હતી. જો આ જ વલણ યથાવત રહ્યું તો ઘણા નામી અને જાણીતા લોકોના પત્તા કપાશે એ નક્કી છે. જોકે, આ અંગે પાટિલે કોઈ ચોખવટ કરી નથી. પ્રચાર રચના અંગે પણ બોલવાનું ટાળ્યું છે. આ માટે તેમને સવાલ કરાયા ત્યારે તેઓ સ્ટેજ પરથી ચાલતા થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp