આંકડા બતાવે છે કે રાજ્યમાં 3 મહિનામાં રીયલ એસ્ટેટમાં તેજી, 13500 કરોડનું રોકાણ

PC: financialexpress.com

કોરોના કાળ પછી ગુજરાતના રિયલ એસ્ટેટ સેકટરમાં ફરી એકવાર તેજીએ રફતાર પકડી છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યૂલેટરી ઓથોરિટી (RERA)ની વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડાઓ મુજબ નાણાંકીય વર્ષ 2021-22ના છેલ્લાં 3 મહિનામાં બિલ્ડર્સ અને ડેવલપર્સે કુલ 13508 કરોડ રૂપિયાના 501 પ્રોજેકટસ લોંચ કર્યા છે જેમાં આવાસ અને કોર્મશિયલ સહીતના પ્રોજેકટસ સામેલ છે. જેમાં અમદાવાદ પહેલા નંબરે, વડોદરા બીજા અને સુરત ત્રીજા નંબર પર છે.

એપ્રિલથી  જૂન મહિનામાં લોંચ કરવામાં આવેલા કુલ પ્રોજેકટસમાંથી લગભગ 47 ટકા એટલે કે 6285 કરોડ રૂપિયાના પ્રોજેકટસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે.મતલબ કે અમદાવાદ પહેલા નંબર પર છે.રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે કોરાના મહામારી પછી લોકોની માનસિકતામાં બદલાવ આવ્યો છે. હવે લોકો નાના ઘરોને બદલે મોટા ઘરો ખરીદી કરી રહ્યા છે. જેને કારણે ડેવલપર્સ પણ જોખમ ઉઠાવવાનું સાહસ કરી રહ્યા છે.

દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ અમદાવાદના  અરાઇઝ ગ્રુપના વર્ષિશ પટેલે કહ્યું હતું કે કોરોના પછી મોટા ઘરોની ડિમાન્ડ વધી છે. 1 BHKમાં રહેનારા હવે 2BHKમાં શિફટ થઇ રહ્યા છે. જેમના ઘર નાના હતા, તેમને કોરોના કાળમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ઉપરાંત  અપર મિડલ કલાસ હવે ફલેટને બદલે બંગલો અથવા ફાર્મ હાઉસ પર પસંદગી ઉતારી રહ્યા છે.જેને કારણે રિયલ એસ્ટેટમાં રોકાણ વધ્યું છે.

ગુજરાત RERAની વેબસાઇટના જણાવ્યા મુજબ નાણાંકીય વર્ષ 2021-22માં એપ્રિલથી જૂન સુધીમાં 13508 કરોડના પ્રોજેકટસ શરૂ થઇ ચૂક્યા છે.જેમા 6285 કરોડ રૂપિયાના રોકાણ સાથે અમદાવાદ પહેલા નંબરે,  એ પછી રૂપિયા 2500 કરોડ રૂપિયાના રોકાણ સાથે વડોદરા બીજા નંબરે, રૂપિયા 1711 કરોડના રોકાણ સાથે સુરત ત્રીજા નંબરે અને 1135 કરોડના રોકાણ સાથે ગાંધીનગર ચોથા નંબર પર છે. આખા ગુજરાતમાં કુલ 4.444 કરોડ રેશિડન્શીયલ અને 6919 કરોડ રેસિડન્શીયલ કોર્મશિયલ મિકસ પ્રોજેકટ શરૂ થયા છે.

ગાંધીનગરમાં સારી સુવિધા હોવાને કારણે  અમદાવાદથી લોકો અહીં શિફટ થઇ રહ્યા છે. ખાસ કરીને ઇન્ફોસિટી અને ગિફટી સિટીમાં કામ કરનારા કર્મચારીઓ હવે ગાંધીનગરમાં જ ઘર શોધી રહ્યા છે.

રિયલ એસ્સેટમાં તેજીના સમાચાર ગુજરાતની આર્થિક સ્થિતિ માટે સારા છે, કારણ કે આ સેકટરની તેજીને કારણે અનેક બીજા સેકટરના લોકોને પણ ફાયદો થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp