26th January selfie contest

જ્યાં EVMમાં ભાજપને મત ન મળે ત્યાં કામ બંધ

PC: Financial Express

EVMમાં દરેક મતદાન મથક દીઠ કયા પક્ષને કેટલાં મત મળ્યા છે તે રાજ્ય ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચ આંકડાઓ જાહેર કરી દેતું હોવાથી મતદાર પર શાસક જુલમ વર્તાવી રહ્યાં છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં આવા બનાવો બન્યા છે. જ્યાં શાસક એટલે કે ભાજપને જે મતદાન મથક પર મત મળ્યા ન હોય ત્યાં તેમના કામ સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કરતી નથી. ભાજપમાં આંતરિક રીતે એવી સ્પષ્ટ નીતિ બની છે કે જ્યાં વોટ નહીં ત્યાં કામ નહીં. આવું ગુજરાતનો દરેક નાગરિક અનુભવ કરી રહ્યો છે. 

ભાજપના નેતાઓ પાસે રાજ્યના 50,000 મતદાન મથક પરના મત કોને મળ્યા છે તેની વિગતો ચૂંટણી પૂરી થઈ જતાંની સાથે જ આવી જાય છે. જ્યાં ભાજપને મત મળ્યા ન હોય ત્યાં તેમને કોઈ વધારાની સુવિધા આપવામાં આવતી નથી. તેમને નાણાકીય આયોજનથી બાકાત કરી દેવામાં આવે છે. એ તો ઠીક પણ જે વિધાનસભા કે સ્થાનિક સ્વરાજ્યની સરકારમાં જે બેઠક ભાજપ હારી ગયો હોય તે બેઠક પર પણ લોકોની સુવિધા વધારવા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. તેમને મળતી સુવિધા કેમ ઓછી થાય તેની સતત સૂચના મળતી રહે છે.

જ્યાં ભાજપ હારે છે ત્યાં આવું થાય છે. આવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ થયું છે. તેઓ કોઈ પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખ્યા વગર કામ કરે છે. પાટણ જિલ્લાના બિલિયા ઓરૂમાણા વચ્ચે 4 કિલોમીટરનો માર્ગ બનાવવા માટે વિધાનસભાની ચૂંટણી પહેલાં કામ મંજૂર કરાયું હતું. પણ આ વિસ્તારના લોકોએ ભાજપને મત આપ્યા નથી, કોંગ્રેસને મત આપ્યા છે એવું EVMથી જાણી લીધા બાદ તુરંત મંત્રી દિલીપ ઠાકોરે કામ રદ કરી દીધું છે. સ્થાનિક ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ બાબત ઉઠાવી છે. વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોએ ભાજપને મત આપ્યા નથી તેથી રાજ્યમાં તમામ બંધોનું પાણી ખેડૂતોને આપવાનું બંધ કરી દેવાયું છે એવો આરોપ પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ ભાજપ પર મૂક્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp