રાજકોટ સિવિલમાં સ્ટ્રેચર ન મળતા માતા પોતાના પુત્રને ઢસડીને લઈ જવા બની મજબૂર

PC: Rajkot Civil hospital

સરકાર દ્વારા લોકોની સારવાર માટે મોટી મોટી હોસ્પિટલો તો બનાવી દીધી છે પરંતુ તેમાં તંત્ર દ્વારા અનેક બેદરકારી દાખવવામાં આવે છે. મોટાભાગે ગરીબ દર્દીઓને તંત્ર દ્વારા ગણકારવામાં આવતા નથી. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક માતા પોતાના દિકરાની સારવાર કરાવવા માટે સ્ટ્રેચર ન હોવાના કારણે તેને ઢસડીને લઈ જઈને સારવાર કરાવી હતી.

રાજકોટની આ સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર જેવી ક્ષુલ્લક સુવિધા પણ હોવાના કારણે એક માઁ પોતાના બીમાર પુત્રને ઢસડવા મજબૂર બની હતી. આ પુત્ર કે જે માનસિક રીતે નબળો અને શરીર સતત કાંપતો હોવા છતાં પણ તેની માતાને વધારે મહેનત ન કરવી પડે એટલા માટે પોતે પણ કાંપતા હાથે ઢસડાય છે.

હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગથી માત્ર 200 મીટર દૂર આવેલ રિક્ષા સુધી પહોંચવા માટે આ માતા-પુત્રને ત્રણ વખત રોકાઈને થાક ખાવો પડ્યો હતો. હોસ્પિટલમાં સ્ટ્રેચરની સુવિધા
ન હોવાના કારણે આ માતા તેમના પુત્ર ઢસડીને લઈ જવા માટે મજબૂર બન્યા હતા.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે 4.5 કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમછતાં પણ સ્ટ્રેચર જેવી સુવિધા પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. તેથી હોસ્પિટલ તંત્રની આ મોટી બેદરકારી સામે આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp