સુરત: 1 વર્ષ પહેલા ભાગીને લવ મેરેજ કરનાર પાટીદાર યુવતીનો આપઘાત, પરિવારે કહ્યું..

PC: divyabhaskar.co.in

સુરતના ડુમસમાં 21 વર્ષની એક પરણિતાએ આપઘાત કરી લીધો છે.પોતાના પરિવારની વિરુદ્ધમા જઇને હજુ એક વર્ષ પહેલાં જ પ્રેમી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ પરણિતાએ પોતાના સાસરામાં જ જીવન લીલા સંકેલી લેતા તેના પરિવારના માથે આભ તુટી પડ્યું છે. પાટીદાર પરિવારની એકની એક દીકરી અને બે ભાઇઓની લાડલી બેન હતી. સાસરિયા ત્રાસ આપતા હોવાનો યુવતીના પરિવારે આરોપ લગાવ્યો છે.

સુરતના ગવિયર વિસ્તારમાં રહેતી કરીના પટેલ નામની યુવતીને સોશિયલ મીડિયા પર ડુમસમાં રહેતા કિશન પટેલ સાથે પ્રેમ થયો હતો.કરીના 21 વર્ષની હતી અને તેણે કિશન પટેલ સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. તેનો પરિવાર આ સંબંધથી નારાજ હતો, પરંતુ પોતાના પરિવારની વિરુદ્ધમાં જઇને કરીનાએ એક વર્ષ પહેલાં કિશન પટેલ સાથે લગ્ન કર્યા હતા અને એક જ વર્ષમાં કરીનાએ મોતને વહાલું કરી દીધું હતું.કરીનાએ પોતાના સાસરાના ઘરે આપઘાત કરી લીધો છે.

કિશન પટેલ

કરીનાના ભાઇ નિરવ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે,કરીના અમારા પરિવારની એકની એક દીકરી હતી એટલે પરિવારની તો લાડકી હતી જ, પરંતુ અમારા બંને ભાઇઓની પણ તે લાડકી હતી. 1 વર્ષ પહેલાં તે ડુમસમાં રહેતા કિશન પટેલ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમમાં પડી હતી અને કરીનાએ કિશન સાથે ભાગીને લગ્ન કર્યા હતા. અમારા પરિવારની સંમતિ નહોતી. પરંતુ  કરીના  બધાની એટલી વહાલી હતી કે 3 જ મહિનામાં બધુ ભુલીને અમે ઘરે બોલવવા માંડી હતી.

કરીનાના ભાઇ નિરવે તેણીના સાસરીયાઓ વિરુદ્ધ આરોપ લગાવતા કહ્યુ હતું કે, કિશન પટેલે પોર્ટ પર જોબ હોવાનું કહ્યું હતું, પરંતુ  તે કોઇ કામ ધંધો કરતો નહોતો. તેથી કરિનાને પોતાના પિયરથી માતા-પિતા પાસેથી રૂપિયા લઇ આવવા દબાણ કરતો હતો અને કરીનાને માનસિક ત્રાસ આપતો હતો. કિશન ઘરમાં રૂપિયા આપતો ન હોવાને કારણે કરીનાને પણ ઘર ચલાવવાનું મુશ્કેલ પડતું હતુ. માનસિક રીતે ભાંગી ગયેલી મારી બહેને પોતાના ઘરમાં જ ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે.કરીનાના પરિવારે કિશન પટેલ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કરીનાના ભાઇ નિરવ પટેલે કહ્યુ કે અમારી સરકાર અને પોલીસ પાસે એક જ માંગ છે કે આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે, કારણકે અમારા પરિવારે જુવાન જોધ અને એકની એક લાડતી દીકરી ગુમાવી છે. નિરવ પટેલે કહ્યું કે, મારી સરકારને એક વિનંતી છે કે આવું બીજી કોઇ દીકરી સાથે ન બને એટલા માટે પ્રેમ લગ્નના કિસ્સમાં માતા-પિતાની મંજૂરીને ફરજિયાત બનાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp