ગર્લફ્રેન્ડની મદદ કરવા બોયફ્રેન્ડે FB પર કર્યું મોટું કારસ્તાન

PC: markovacreativeltd.com

અત્યારના આધુનિક સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારાની સંખ્યા વધી છે. પણ સોશિયલ મીડિયાને લઈને અત્યારે ગુનાઓ વધી ગયા છે તેમજ રાજ્યમાં અવાર નવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે જાણીને તમારા હોંશ ઉડી જશે. યુવકને ગર્લફ્રેન્ડની મદદ કરવાનું ભારે પડી ગયું છે. કેમ કે, યુવતીને જોવા માટે આવેલ યુવાને સોશિયલ મીડિયા પર બળાત્કારી અને હત્યારો એવું લખીને પોસ્ટ કરી દીધું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાવરાછા વિસ્તારમાં રહેતો મેહુલ નામના યુવાને અમરોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. અડાજણ વિસ્તારમાં રહેતો હર્ષ નામનો યુવાન છે જેને સોશિયલ મીડિયા પર મેહુલ વિશે બળાત્કારી અને હત્યારો હોવાનું ચીતરી નાંખ્યુ. ત્યારે પોલીસે હર્ષની ધરપકડ કરતા જે ચોકાવનારું સત્ય બહાર આવ્યું હતું.

પોલીસે સમગ્ર ઘટના વિશે જણાવતા કહ્યું કે, પાલ વિસ્તારમાં રહેતી યુવતીને મેહુલ જોવા ગયો હતો. ત્યારે બંને પરિવારની મંજરૂથી એકબીજાને ફોટો આપવામાં આવ્યા હતા. ત્યારે યુવતી આ સંબંધથી ખુશ ન હતી. જેથી તેણે પોતાના બોયફ્રેન્ડ હર્ષને વાત કરી હતી, ત્યારે હર્ષે ગર્લફ્રેન્ડની મદદ કરતા કહ્યું કે તુ ચિંતા ન કરીશ અને છોકરી પાસેથી મેહુલનો ફોટો લઈ લીધો. તેના પછી સોશિયલ મીડિયામાં મેહુલને બદનામ કરવામાં માટે તે હત્યારો છે અને બળાત્કારી હોવાનું ચિતરી નાંખ્યું હતું. તેમજ હર્ષે ન્યૂઝ ચેનલમાંથી એક છોકરીનો ફોટો લઈને તેની સાથે મેહુલનો ફોટો એડિટ કરી દીધો હતો અને તેના પછી આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. જેના પગલે મેહુલે ફરિયાદ કરતા પોલીસે હર્ષની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp