સુરતમાં હિટ એન્ડ રનમાં એકનું મોત, શરીર ઉપર બાંધેલી હતી દારૂની બોટલો

PC: abplive.in

ગુજરાતમાં ઉતરાયણના પર્વમાં દારૂની રેલમછેલ કરવાના બુટલેગરો પ્રયાસ કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસે પણ બુટલેગરોને ઝડપી લેવા કવાયત આરંભી છે. દરમિયાન સુરતમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. મૃતદેહની તપાસ કરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. મૃતદેહના શરીર ઉપર દારૂની બોટલો બાંધેલી હાલતમાં મળી આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કામરેજ નજીક પૂર ઝડપે પસાર થતા અજાણ્યા વાહને એક વ્યક્તિને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રાહદારીનું મોત થયું હતું. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ તપાસ કરતા મૃતદેહના શરીર ઉપર દારૂની બોટલો બાંધેલી મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વાહન ચાલકને ઝડપી લેવા તજવીજ આરંભી હતી. તેમજ કસ્માતમાં મૃત્યુ પામનાર બુટલેગર હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે મૃતકની ઓળખ મેળવા અને ક્યાંથી દારૂ આવ્યો તેની તપાસ આરંભી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp