સરકારની યોજના લોકો સુધી પહોંચાડવા વરાછા બેંક અગ્રેસર: મંત્રી કિશોર કાનાણી

PC: Khabarchhe.com

કોરોના સંકટમાં નાના ધંધા, ઉદ્યોગકારોને ફરી બેઠા કરવા રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલી બનાવાય છે. આત્મનિર્ભર સહાય યોજના-1 માં વ્યાજ સબસીડી 6% અને યોજના -2 માં વ્યાજ સબસીડી 4% નો લાભ મળે છે. સમગ્ર ગુજરાતમાં સહકારી બેંકો અને મંડળીઓના માધ્યમથી કરોડો રૂપિયા આ યોજના હેઠળ જરૂરતમંદો સુધી પહોંચ્યા છે. સુરત ખાતે રાજ્ય આરોગ્યમંત્રી કિશોર કાનાણીના હસ્તે વરાછા કો.ઓપ.બેંકે 5200 થી વધુ જરૂરતમંદ લાભાર્થીઓને રૂ.42 કરોડ લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

વરાછા કો.ઓપરેટીવ બેંક ખાતે કાર્યક્રમમાં રાજય આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે, કોરોનાના વિશ્વરૂપી મહામારીના સમયે સરકારે લોકોના ધંધા-ઉદ્યોગ શરૂ કરી, લોકો પગભર થાય તે માટે સરકારે 14 હજાર કરોડની આત્મનિર્ભર સહાય યોજના જાહેર કરવામાં આવી છે. અને આ યોજના થકી નાના ધંધા,ઉદ્યોગ ફરીવાર પગભર થઇ રહયા છે. વરાછા કો ઓ. બેંક આ યોજના હેઠળ અંગત રસ લઇ લોકોને લોન આપી રહી છે, જે અભિનંદનને પાત્ર છે. તેમને વધુમાં જણાવ્યું કે, લોકોને ફરી પગભર કરવા સરકાર દ્વારા સામર્થ્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ યોજના લાભાર્થી જીતેન્દ્ર તારપરા જે. કે. પેકેજીંગનો ધંધો કરે છે. જેમાં તેઓ અલગ અલગ પ્રકારના બોક્ષ બનાવે છે. જીતેન્દ્રભાઈ જણાવે છે કે, લોકડાઉન કારણે મારા વેપારને આર્થિક રીતે અસર થઇ છે. આજે આત્મનિર્ભર સહાય યોજના થકી વરાછા કો.ઓ.બેંક દ્વારા રૂા.એક લાખની લોન મંજુર કરવામાં આવી જેનો ચેક મને મંત્રી કિશોર કાનાણી હસ્તે મળ્યો. આ લોનની રકમથી મને મારો ધંધો શરુ કરવા મદદ મળશે જેના માટે હું રાજ્ય સરકારનો ખુબ આભારી છુ.

અનિલભાઈ નકુમ જેઓ ઉગમ ટેકસટાઈલ નામથી હેન્ડ વર્ક કરવાનો ધંધો કરે છે. તેઓ જણાવે છે કે, લોકડાઉનના કારણે કાપડ માર્કેટને અસર થઇ છે. મારો નાનો વેપાર છે જે બંદ થવાના કગાર પર હતો. મારી આર્થિક સમસ્યાને પહોચી વળવા આત્મનિર્ભર સહાય યોજના ખુબજ મદદરૂપ સાબિત થઇ છે. વરાછા કો ઓ. બેંક દ્વારા મારી રૂા.એક લાખની લોન મંજુર કરવામાં આવી જેના થાકી મારા વેપારમાં ખુબ આર્થિક ટેકો મળી રહેશે અને મારી ધંધો બંધ કરવા જેવી સ્થિતિમાંથી આત્મનિર્ભર યોજનાએ મને ઉગારી લીધો છે આ માટે સરકારનો આભાર વ્યક્ત કરું છુ.

આ પ્રસંગે બ્લડબેન્કના પ્રમુખ હરિ કથીરિયા, સુરત ડાયમંડ એસોસિયેશનના માજીમત્રી દામજી માવાણી, સમાજના અગ્રણી મહેન્દ્ર દેસાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના સભ્ય રમેશ ભુવા વરાછા બેન્કના ચેરમેન કાનજી ભાલાળા તથા એમ.ડી.ભવાન નવાપરા ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp