મફતમા ડસ્ટબીન કોણ વિતરણ કરે છે?

17 Sep, 2017
12:01 AM
PC: suratmunicipal.gov.in

શહેરીજનો સુકો અને ભીનો કચરો અલગ કરવા પ્રોત્સાહિત થાય તે હેતુસર સુરત મહાનગરપાલિકા દ્વારા એપ્રિલ- મે, 2017 દરમ્યાન એડવાન્સ ટેક્ષ ભરેલ રહેણાંક મિલકતદારોને સુકા અને ભીના કચરાને અલગથી એકત્રિત કરવા ડસ્ટબીન સેટનું વિના-મુલ્યે વિતરણ કરવામાં આવનાર છે. તા. 17-09-2017 રવિવારના રોજ સવારે 09.00 કલાકથી સાંજે 05.00 કલાક સુધી ડસ્ટબીન વિતરણ કરવામાં આવનાર છે. લાભાર્થીઓ દ્વારા ડસ્ટબીન લેતી વખતે ઓરીજનલ વેરાબીલ અને આઈ.ડી.પ્રુફની ઝેરોક્ષ લાવવી જરૂરી છે. તા. 18-09-2017 થી 23-09-2017 સુધી ઓફીસ સમય દરમ્યાન પણ વિતરણ કરવામાં આવશે.

ડસ્ટબીન વિતરણના મથકો

ઉધના ઝોન – પાંડેસરા સંકલિત વોર્ડ ઓફીસ, પાંડેસરા હાઉસીંગ રોડ, સુરત.
અઠવા ઝોન – સીનીયર સીટીઝન હોલ, રાજલક્ષ્મી બંગ્લોઝ પાસે, નંદીપાર્ક પાછળ, પીપલોદ, સુરત.
વરાછા ઝોન – વહીવટી ભવન, વરાછા ઝોન ઓફીસ, લંબે હનુમાન રોડ, સુરત.
કતારગામ ઝોન – સીંગણપોર મલ્ટીપર્પઝ હોલ, સીંગણપોર રોડ, સુરત.
રાંદેર ઝોન – રાંદેર ઝોન ઓફીસ, ન્યુ રાંદેર રોડ, તાડવાડી, સુરત.
લિંબાયત ઝોન – લિંબાયત ઝોન ઓફીસ, મોડેલ ટાઉનશીપની પાછળ, સુરત.
સેન્ટ્રલ ઝોન – 2-સી, રૂદરપુરા સેનીટેશન વોર્ડ ઓફીસ, મ્યુનિસિપલ શોપીંગ સેન્ટર, રૂદરપુરા, સુરત.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.