26th January selfie contest
BazarBit

વાયુ વાવાઝોડાને લઇને જાણો સુરતના પોલીસ કમિશનરે શું કહ્યું

PC: youtube.com

વાયુ વાવાઝોડાને લઇને સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ Facebook લાઈવ કરીને જનતાને કેટલીક તકેદારી રાખવા બાબતે માહિતી આપી હતી.

પોલીસ કમિશનર સતીષ શર્માએ કહ્યું હતું કે, અરબી સમુદ્રમાં વાયુ નામનું વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે. તેની સુરત સાથે ટકરાવવાની સંભાવનાઓ ઓછી છે. છતાં પણ કાલે સવારથી ભારે પવનની સાથે ધોધમાર વરસાદ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. એટલા માટે તમામ નાગરિકોને હું સતર્ક કરવા માટે હું ફેસબુક લાઈવ થયો છું. જ્યારે વાવાઝોડું આવે છે, ત્યારે તેની તૈયારીના ભાગરૂપે આપણે ઈમરજન્સી લાઈટ, મીણબત્તીની સુવિધા કરી લેવી જોઈએ. કારણ કે, પાવર જવાની ઘણી શક્યતાઓ રહેલી હોય છે. ઘણી વાર ભારે પવન ફૂંકાય છે. તો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેવામાં આવે છે, એટલે તેની તૈયારી પહેલાથી કરી લેવી જોઈએ.

જ્યારે પવન ફુંકાઈ રહ્યો હોય ત્યારે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ કારણ કે, ઘણા નાગરીકો ભારે પવનનો નજરો જોવા માટે પરિવારની સાથે બહાર જતા હોય છે. ત્યારે ઘણીવાર બ્રિજ પર, રસ્તા પર કે, બીચ પર જતા હોય છે અને શુટિંગ કરતા હોય છે. આ બાબતને કોઈપણ કિંમતે આપણે ટાળવી જોઈએ. કારણ કે, ભારે પવન ફુંકાય છે, ત્યારે ખુલ્લી જગ્યાઓમાં વધારે જોખમ રહેલું હોય છે. એટલે જ્યારે ભારે પવન ફુંકાય ત્યારે પોતાના ઘરમાં જ રહેવું અને કોઈ પણ નબળી બિલ્ડીંગ અને વૃક્ષની નીચે આશરો લેવો જોઈએ નહીં.

Do's & don't during cyclone. #Live #Vayu #Cyclone #NaturalCalamitys #SmartCity #SuratCityPolice #GujaratPolice #Like #Share #Comment #SafeSurat #Follow #Surat #Gujarat #India. Our Official Pages : FB Page : @suratcitypolice Insta : @suratcitypolice Twitter : @Cp_surat

Posted by Surat City Police on Wednesday, 12 June 2019

જ્યારે ભારે પવન ફુંકાય છે, ત્યારે વીજળીના થાંભલાથી અને વીજળીના તારથી દૂર રહેવું જોઈએ. તેની નીચે પણ ન ઊભા રહેવું જોઈએ. આ પ્રકારે જ આપણે અફવાઓથી દૂર રહેવું જોઈએ અને તમારે કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો તમે પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકો છો. સાથે સાથે એ પણ જરૂરી છે કે, જ્યારે આ પ્રકારનો માહોલ ઊભો થાય છે. ત્યારે સરકારી કર્મચારી કે, પોલીસ જે કામ કરી રહી હોય તે કામ કરવામાં તમારે સહયોગ આપવો જોઈએ. કોઈ પણ જગ્યા પર અઘટિત ઘટના બને તો મદદ માટે જરૂર પડે તો તમામ નગરીકોને બને તેટલું મદદમાં યોગદાન આપવું જોઈએ. પરંતુ આ યોગદાન એટલું જ આપો કે, જેટલું સરકારી અધિકારી કે કર્મચારી કહે.

મોબાઈલની બેટરી ચાર્જ કરીને રાખવી કારણ કે, લાઈટ લાંબા સમય સુધી ચાલી જાય તો તમારા મોબાઈલની બેટરી પૂરી ન થઇ જાય. જ્યારે ભારે પવન ફુંકાય છે ત્યારે તમારી પાસે રહેલા મોટા વીજળીના ઉપકરણો બંધ કરી દેવામાં આવે તો વધારે સારું. સમાચાર માટે ટીવીની જગ્યા પર રેડિયો પર સાંભાળવાનું રાખો કારણ કે, ક્યારેક ટીવીના સિગ્નલ નબળા પડી શકે છે. આ બધી બાબતો જેને તમારે ધ્યાને રખવાની જરૂર છે. કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો 100 નંબર પર પોલીસ અથવા તો 101 નંબર પર ફાયર બ્રિગેડને બોલાવી શકો છે. અમે વાવાઝોડાના કારણે જે પરિસ્થિતિ ઊભી થઇ છે. તેને લઇને તમામ તૈયારીઓ કરી છે. તમામ માછીમારો છે, તેમને પહેલાથી જ પરત આવવાનું  કહેવામાં આવ્યું છે. આવા માહોલમાં સમુદ્ર કિનારે ન જવું, નાગરિકોને વિનંતી છે કે, ડુમસ અને સુવાલી બિચને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યો છે, તેનું પાલન કરો અને ત્યાં ન જાઓ.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp