સુરત પોલીસે કાપડ માર્કેટમાં વેપારી સાથે છેતરપિંડી કરનાર વેપારીને તડીપાર કર્યો

PC: news18.com

સુરતની કાપડ માર્કેટમાં અવાર નવાર વેપારીઓ દ્વારા ઉઠામણા કરવામાં આવતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત કાપડ માર્કેટમાં વેપારીના નામે બીજા વેપારીઓ પાસેથી માલ લઇ પૈસા નહીં ચૂકવીને વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતી હોવાના પણ કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આવા કિસ્સામાં પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવે છે પરંતુ આરોપીઓ કાયદાની છટકબારી શોધીને જામીન પર છૂટી જાય છે પરંતુ હવે સુરત પોલીસ દ્વારા વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા આરોપીઓ સામે એવું વલણ અપનાવવામાં આવ્યું છે કે, જેનાથી લેભાગુ તત્ત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સુરત પોલીસ દ્વારા કાપડ વેપારી સાથે છેતરપિંડી કરનારા એક આરોપીને 6 મહિના માટે તડીપાર કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા રીંગરોડ કાપડ માર્કેટમાં દુકાનો રાખીને દલાલ મારફતે વેપારીઓ પાસેથી માલ ખરીદી કરી માલના નાણાં ચૂકવતા લેભાગુ તત્ત્વોની વારંવાર ફરિયાદો પોલીસના ચોપડે નોંધાતી હોય છે. ત્યારે આવા લેભાગુ તત્ત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે વેપારીઓ દ્વારા ઇકોનોમિક્લ સેલ પોલીસ સ્ટેશનની માગણી કરવામાં આવી હતી. વેપારીઓએ ઇકોનોમિક્લ સેલ પોલીસ સ્ટેશનની માગણી કરતા પોલીસે લેભાગુ તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે અને જેના કારણે સુરતમાં સંતોષ જૈન નામના વેપારીને 6 મહિના માટે તડીપાર કરવામાં આવ્યો છે.

વેપારીઓની સાથે છેતરપિંડી કરતાં સંતોષ જૈન સામે સુરતના 3 વેપારીઓએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પહેલી ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સંતોષની ધરપકડ કરી હતી પરંતુ ત્યારબાદ તે જામીન પર મુક્ત થયો હતો. જામીન પર મુક્ત થયા બાદ પણ તેને કાપડ દલાલ અને વેપારી બનીને ફરીથી અન્ય એક વેપારી સાથે છેતરપિંડી કરી હતી અને ફરીથી પોલીસના ચોપડે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે સંતોષ જૈનની ધરપકડ કરી હતી. બીજી વખત પણ ધરપકડ બાદ જામીન પર મુક્ત થઈ ગયો હતો. બે વાર જેલમાંથી છૂટ્યા બાદ ત્રીજી વખત પણ સંતોષ જૈને ટેક્સટાઈલ માર્કેટના વેપારી સાથે છેતરપિંડી કરી હતી અને જ્યારે ત્રીજી વખત સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વેપારીએ સંતોષ જૈન સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે સંતોષ જૈન સામે કડક કાર્યવાહી કરીને તને છ મહિના માટે તડીપાર કરવામાં આવ્યો હતો. સંતોષ ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી કમ કાપડ દલાલની ઓળખ આપીને સેલ્સ મેનેજર તરીકે લેભાગુ તત્ત્વોને કાપડનો માલ આપાવતો હતો અને ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ સાથે છેતરપિંડી કરતો હતો. સંતોષને 6 મહિના તડીપાર કરવાનો હુકમ કરતા કાપડ માર્કેટમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp