સુરત રેપ કેસઃ CBIને સોંપાયો કેસ, બાળકીને અઠવાડિયા સુધી કરવામાં આવી હતી ટોર્ચર

PC: freepressjournal.in

કઠુઆ અને ઉન્નાવ રેપ કેસ પછી પણ દેશભરમાં બળાત્કારની ઘટનાઓ બંધ થવાનું નામ લઈ રહી નથી તેવામાં ફરીથી દિલને હલાવી મૂકે તેવી બીજી એક ઘટના થોડા દિવસો પહેલા જાણમાં આવી છે. સુરતમાં 11 વર્ષની એક બાળકીનો બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. મૃત બાળકીના શરીર પરથી 86 જેટલા ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. બાળકીની લાશને હત્યાના દશ દિવસ પછી મળી હતી અને હજુ સુધી સુરત પોલીસને અપરાધીઓને શોધવામાં સફળતા મળી નથી. આ કેસ હવે CBIને સોંપવામાં આવ્યો છે.

ઘટનાના ઘણા દિવસો વીતી જવા પછી પણ પોલીસને બાળકી અને તેના પરિવારની શોધખોળમાં સફળતા સાંપડી નથી. પોલીસે સુરત અને તેની આજુબાજુના વિસ્તારોમાં બાળકીની ઓળખ કરવામાં મદદ કરવાની અપીલ કરી છે. બાળકીના શવને હાલમાં શવગૃહમાં રાખવામાં આવ્યું છે.

ધીરે ધીરે બાળકી સાથે કરવામાં આવેલી ક્રૂરતા અંગેની માહિતીઓ સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શરીર પર મળી આવેલા ઈજાના નિશાન એક અઠવાડિયા દરમિયાનના છે. તેના પરથી બાળકીને અઠવાડિયા સુધી ટોર્ચર કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બાળકી કદાચ ઓરિસ્સાની રહેવાસી હોવાની શંકા જતા ઓરિસ્સાની પોલીસ ટીમ સાથે પણ સંપર્ક કરી તેના પરિવારજનોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

બાળકી સાથે શું થયું અને અપરાધીઓની શોધ માટે ઘટનાસ્થળની આજુબાજુના સીસીટીવીના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. તેની વચ્ચે રવિવારે બીજા શહેરોની સાથે સુરતમાં પણ બાળકીઓ અને મહિલાઓ સામે વધી રહેલા કિસ્સાઓના વિરોધમાં તેમણે રેલીઓ યોજી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp