વર્લ્ડ હેરિટેઝ આર્ટ મહોત્સવમાં સુરતની વૃંદિની સનાઢ્યે ગોલ્ડ મેડલ મેળવ્યો

PC: Khabarchhe.com

વર્લ્ડ હેરિટેઝ આર્ટ મહોત્સવ 2021-22 ઓનલાઇન આર્ટ પ્રદર્શનનું હાલમાં આર્ટ પિવેટ દ્વારા આયોજન કરાયું હતું. જેમાં 5 દેશોના કલાકાર ભારત, નેપાળ, ભૂટાન, ઇન્ડોનેશિયા અને પાકિસ્તાને ભાગ લીધો હતો. આ મહોત્સવમાં ચિત્રકલા, મૂર્તિ કલા, પેશેવર કલાકાર, ફોટોગ્રાફી, શોર્ટ મૂવી જેવી વિવિધ 6 શ્રેણીઓ હતી. ભારતથી સિનિયર સ્ટુડન્ટ કેટેગરીમાં નાથદ્વારા-સુરતની વૃંદની સનાઢ્યે સમકાલિન કલામાં ભાગ લઇ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જે આંતરાષ્ટ્રીય કલા એક્સપર્ટ દ્વારા ઘોષણા કરાઇ હતી.

અન્ય વિજેતાઓમાં સિલ્વર મેડલ ભારતની રિયા વૈષ્ણવ, બાંગ્લાદેશની ફૈજા લમીસાને જ્યારે બ્રોંજ મેડલ ભારતની વૈશાલી જાંગિડ અને ધ્રૃવી મેહતાને અપાયો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp