મતદાનની તાપી સ્વીપ કોર કમિટીની રચના કરાઈ

PC: khabarchhe.com

તાપી જિલ્લા અગામીની વિધાનસભાની સામાન્ય ચુંટણીઓમાં મતદાનની ટકાવારી વધે તે માટે વધુમાં વધુ નાગરીકો મતદાન કરે તે જરૂરી છે. “મજબુત લોકશાહી, સૌની ભાગીદારી” અન્વયે નાગરીકોને સક્રિય રીતે ચુંટણી પ્રક્રિયામાં સાંકળવા તેમજ ચુંટણી પ્રક્રિયા,ઈ.વી.એમ. વી.વી.પેટ સહિતની જાણકારી આપવા માટે “સ્વીપ” અંતર્ગત ભારતીય ચુંટણીપંચ દ્રારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. 

તાપી જિલ્લામાં કરવામાં આવનાર પ્રવૃતિઓની દેખરેખ અને માર્ગદર્શન આપવા ચુંટણીપંચની સૂચનાનુસાર જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર એન.કે.ડામોરની અધ્યક્ષતામાં 26 સભ્યોની “ડીસ્ટ્રીકર સ્વીપ કોર” કમિટીની રચના કરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp