ઉતરાયણની ઉજવણી: એક બાળક ધાબા પરથી પટકાયો નીચે તો બીજા બાળકનું ગળું કપાતા મોત

PC: ahmedabadlife.com

દર વર્ષે ઉતરાયણના તહેવારમા લોકો પતંગ ચગાવતી વખતે ધાબા પરથી કે ઘરની છત પરથી નીચે પટકાતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આ વર્ષે ઉતરાયણના એક દિવસ પહેલા જ આવા કિસ્સાઓ સામે આવ્યા છે. અરવલ્લીનો એક કિશોરનો ઘાબા પરથી પટકાયો હતો જ્યારે પાલનપુરમાં એક બાળકનુ ગળુ દોરીથી કપાયુ હતુ.

અરવલ્લી જિલ્લાના માલપુરમાં એક બાળક ઘરના બીજા માળે ધાબા પરથી પતંગ ચગાવતી વખતે નીચે પટકાયો હતો. પૃથ્વીસિંહ ગોહિલ નામનો આ બાળકને નીચે પટકાતા ગંભીર ઈજાઓ થવા પામી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે મોડાસા હોસ્પિટલમાં ખસેડાયો હતો.

તો બીજી તરફ પાલનપુરની ગ્રીન પાર્ક સોસાયટીમાં પણ ઉતરાયણ પર્વ માતમમાં ફેરવાયો છે. આ સોસાયટીનો એક બાળક સોસાયટીમાં રમી રહ્યો હતો એ સમયે તેના ગળામાં પતંગની દોરી ફસાવાના કારણે તેનુ મોત થયુ છે. જે દોરીના કારણે આ બાળકનું મોત થયું તે ચાઇનીઝ દોરી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે.

આમ ઉતરાયણના પર્વની ઉજવણી કરતી વખતે ઘણી કાળજી અને સાવચેતી રાખવી જરુરી છે. પતંગ ચગાવતી વખતે કરેલી નાનકડી ભૂલ ઘણી ભારે પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp