પત્નીની ગેરહાજરીમાં પતિ સાવકી દીકરીને ધમકી આપી કરતો અડપલા

PC: indiatimes.in

પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાવતી એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં 14 વર્ષની પુત્રી સાથે સાવકા પિતાએ ધમકી આપીને સાત મહિના સુધી અડપલા કર્યા હતા. દીકરીએ પિતાની કરતુતોની માતાને જાણ કરતા સમગ્ર ઘટના પોલીસ મથક સુધી પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી મહિલાએ બીજા લગ્ન કર્યા હતા. પહેલા લગ્નથી તેને માયા (નામ બદલ્યું છે) નામની દીકરી છે. હાલ 14 વર્ષની દીકરી સાથે મહિલા રહે છે. મહિલાની ગેર હાજરીનો ગેર લાભ લઈને તેનો બીજો પતિ માયા સાથે શારીરિક છેડછાડ કરતો હતો. તેમજ કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી આપતો હતો.

સગીરા રસોડામાં વાસણ ધોતી હતી ત્યારે પાછળથી આવેલા સાવકા પિતાએ તેની સાથે અડપલા કર્યા હતા. છેલ્લા સાત મહિલાથી પિતાની આ હરકતથી કંટાળેલી સગીરાએ અંતે માતાને જાણ કરી હતી. અંતે સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો હતો.

આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને અડપલા કરનારા સાવકા પિતાને ઝડપી લેવા તજવીજ આરંભી છે. આ ઘટનાને પગલે સાવકો પિતા પોતાની ધરપકડ ટાળવા માટે ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે લોકોએ સાવકા પિતા સામે ફિટકાર વરસાવી હતી. તેમજ તેને ઝડપી લઈને આકરી સજા કરવા માટે લોકોએ માંગણી કરી હતી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp