ડભોઈમાં PM: નર્મદા બદલી શકે છે જીવન તે સરદારે વિચાર્યું, 10 ખાસ વાત

PC: pib.nic.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડભોઈમાં નર્મદા ડેમનાં લોકાર્પણ અંગે વાત કરતા કહ્યું કે નર્મદા ડેમ ગુજરાત જ નહી પણ દેશ માટે એક નવી દિશા અને વિકાસ તરફ લઈ જનારી યોજના બની રહેશે.

PM મોદીએ શું કહ્યું? 10 ખાસ વાત

  1. હું અહીંયા અનેક વખત આવ્યો છું. કદી બસમાં આવતો તો કદી સ્કુટર પર આવતો. મારી ઘણી યાદો અહીંયા જોડાયેલી છે. પરંતુ આવું વિરાટ દ્રશ્ય કદી જોયું નથી.
  2. આજે વિશ્વકર્મા જયંતી છે. ભારતમાં સદીઓથી જે કામ કરતા છે, પરસેવે રેબઝેબ થાય છે, શ્રમ કરે છે તે નિર્માણ કરે છે. ટેક્નિશિયન, એન્જિનિયર, મિસ્ત્રી હોય, જે કોઈ પણ સ્થાપત્યનાં કાર્યથી જોડાયેલા છે તેમને વિશ્વકર્માનાં નામથી ઓળખવામાં આવે છે.
  3. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રનાં જીવન ધોરણો એક નદી કેવી રીતે બદલી શકે છે સરદાર વલ્લભભાઈ પટેલે વિચાર્યું હતું.
  4. અહીંયા મને જન્મદિવસના અનેક વધામણા આપવામાં આવી રહ્યા છે. જેમણે-જેમણે શૂભકામના આપી છે તેમનો આભાર વ્યક્ત કરું છું. ભાવનાઓનાં આધારે પોતાને નિખારતો રહીશ.
  5. તમારા સ્વપ્નો સાકાર થાય તેના માટે સવા કરોડ દેશવાસીઓની શક્તિ એકત્ર કરીને એક નવા ભારતને બનાવીને જ જંપીશું. એક પાતળા બાંધાનાં ગાંધી દેશને આઝાદી માટે દેશનો જાડી શક્યા હતા. તો
  6. મા નર્મદાનાં આશિર્વાદ સાથે એક નવા ભારતનાં નિર્માણ માટે કોઈ કસર છોડવામાં આવશે નહી. ભારત-પાકિસ્તાનની બોર્ડર પર ઉભેલા બીએસએફનાં જવાનો માટે પાણી લઈ જઈશ અને આ કાર્યમાં સફળ રહ્યા છીએ.
  7. મારા સહિત કંઈ કેટલાયના જન્મ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલે ડેમનું સ્વપ્ન જોયું હતું. જો તેઓ થોડાક વધુ વર્ષ જીવ્યા હોત તો નર્મદા ડેમ ક્યારનુંય પૂર્ણ થઈ ગયું હોત.
  8. આજે એવો સંયોગ છે કે વિશ્વકર્માનાં ઉપાસકોએ સરદાર સરોવર ડેનું નિર્માણ કર્યું. તેમની સાધનાનું સ્મરણ કરી હિન્દુસ્તાનને સરદાર સરોવર ડેમનું આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
  9. વર્લ્ડ બેન્કે આ યોજના માટે સહાય આપવાનો ઈન્કાર કર્યો પરંતુ દેશનાં લોકોનાં મક્કમ ઈરાદાનાં કારણે આજે ડેમ ઉભો થઈ ગયો છે. નાના કામ મને આવડતા નથી. મોટા કામ કરવાનું પસંદ છે. મોટા કામનું વિચારવાનું અને કરવાનું ગમે છે.
  10. આજે સરદાર સરોવર ડેમ સવા-સો કરોડ દેશવાસીઓને સમર્પિત થઈ રહ્યો છે. દેશની તાકાતનું આ એક પ્રતિક બનશે. હું તમારા સ્વપ્નઓ માટે જીવીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp