આણંદ રેલવે હેલ્‍પ ડેસ્‍કે લખનૌ-નેપાળના બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્‍યું

PC: khabarchhe.com

સમાજમાં જેની પાસે બાળક હોય છે તે બાળક કોઇપણ કારણોસર ઘર છોડીને જતો રહેતો હોય છે તો કેટલાંક સંજોગોમાં કુટુંબથી વિખુટું પડી જાય ત્‍યારે જે તે બાળકના માતા-પિતા કે કુટુંબીજનો પર શું વિતતું હોય છે તેની તો આપણે માત્ર કલ્‍પના જ કરવી રહી. બાળકને શોધવા માતા-પિતા અને કુટુંબીજનો આકાશ-પાતાળ એક કરીને તેની શોધખોળ કરતાં હોય છે છતાં તેઓને જયારે બાળક મળી આવતું નથી ત્‍યારે તેઓ એટલાં બધાં હતાશ અને નિરાશ થઇ જવાની સાથે હવે તેમને બાળક મળશે કે નહીં તેવું વિચારવા લાગતા હોય છે ત્‍યારે તેઓને એકાએક જાણ થાય કે તેમનું બાળક મળી આવ્‍યું છે અને સલામત હોવાનો જયારે સંદેશો મળે અને તેમનો બાળક સાથે ભેટો થાય ત્‍યારે તેમના મુખ ઉપર એક પ્રકારનો બાળક મળી આવ્‍યાના આનંદની સાથે તેમની આંખો હર્ષાશ્રુથી છલકાઇ જાય છે.

આવું જ કંઇક ઉત્તરપ્રદેશના લખનૌના અને નેપાળના કુટુંબીજનો સાથે બનવા પામ્‍યું છે. વાત કંઇક એવી છે કે, ઉત્તરપ્રદેશના લખનૌનો અને નેપાળનો બાળક કોઇ અગમ્‍ય કારણોસર પરિવાર સાથે મતભેદ થતાં ઘર છોડીને નીકળી ગયા હતા. આ બંને બાળકો અલગ અલગ ટ્રેનમાં બેસીને આણંદ રેલ્‍વે સ્‍ટેશન ખાતે આવી ગયા હતા. આ બંને બાળકોને આણંદ રેલ્‍વે સ્‍ટેશન ઉપર એકલા-અટૂલા ફરતાં જોઇને આણંદના રેલ્‍વે સ્‍ટેશન પર કાર્યરત રેલ્‍વે ચાઇલ્‍ડ હેલ્‍પ ડેસ્‍કએ આ બાળકોને પોતાના હસ્‍તક લઇ લીધા અને આ બંને બાળકોનું કાઉન્‍સેલિંગ કરવામાં આવ્‍યું. આ કાઉન્‍સેલિંગ દરમિયાન આ બંને બાળકોને અસ્‍થાયી આશ્રય મળી રહે તે માટે વિદ્યાનગર ખાતેના ચિલ્‍ડ્રન હોમમાં રાખવામાં આવ્‍યા હતા.

આ સમયગાળા દરમિયાન રેલ્‍વે ચાઇલ્‍ડ હેલ્‍પ ડેસ્‍કના કો-ઓર્ડિનેટર અંકિતા રોન્‍ઝા અને તેમની ટીમે આ બંને બાળકોનું કુટુંબ સાથે મિલન થાય તે માટે બાળકોનું કાઉન્‍સેલિંગ કરવાની સાથે પરિવારનો સંપર્ક થાય તે માટે તેમના અથાગ પ્રયાસો જારી રાખ્‍યા હતા અને સતત ટેલિફોનિક સંપર્ક કરી ઉત્તરપ્રદેશના લખનૌ અને નેપાળી બાળકના પરિવારનો સંપર્ક કરવામાં રેલ્‍વે ચાઇલ્‍ડ લાઇનને સફળતા મળી હતી.

આ બંને બાળકોના પરિવારનો સંપર્ક થતાં આ બંને બાળકોના માતા-પિતાને પ્રત્‍યક્ષ બોલાવીને બાળ કલ્‍યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્‍યા હતા. જયાં આ બંને બાળકોની ઓળખ થતાં માત્ર ત્રણ જ દિવસમાં આ બંને બાળકોનું કુટુંબ સાથે પુન: મિલન કરાવવામાં રેલ્‍વે ચાઇલ્‍ડ હેલ્‍પ ડેસ્‍કને સફળતા મળતાં આ બંને બાળકોનું કુટુંબ સાથે પુન: સ્‍થાપન કરાવવામાં આવ્‍યું હોવાનું આણંદ રેલ્‍વે ચાઇલ્‍ડ હેલ્‍પ ડેસ્‍કના સેન્‍ટર કો-ઓર્ડિનેટર અંકિતા રોન્‍ઝાએ એક યાદી દ્વારા જણાવ્‍યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp