લાઠીમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર થયો હુમલો

PC: youtube.com

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા મરી પડી હોય તેવું લાગી રહ્યું છે. આ વાત કહેવાનું કારણ એટલું જ છે કે, પોલીસનો ખૌફ હવે આરોપીઓને રહ્યો નથી. જે સમયે પોલીસ આરોપીને પકડવા જાય છે અથવા તો કોઈ પણ જગ્યા પર રેડ કરવા માટે જાય છે ત્યાં પોલીસ પર સ્થાનિકો અથવા તો આરોપીના લાગતા વળગતા લોકો ટોળું બનાવીને હુમલાઓ કરે છે. જેના કારણે પોલીસને પોતાનો જીવ બચાવવા જે તે સ્થળેથી પરત ફરવું પડે છે અને આ મોકાનો લાભ ઉઠાવીને આરોપી પોલીસ પકડથી દૂર ભાગી જાય છે. આ પ્રકારની ઘટના અમરેલીના લાઠીમાં બની છે. જ્યાં નકલી ચલણીનોટના કેસમાં પોલીસ આરોપીને પકડવા તેના ગામમાં ગઈ અને ગામ લોકોના ટોળાએ પોલીસ પર પથ્થર મારો કરીને આરોપીને ભાગવામાં મદદ કરી હતી.

આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો નકલી ચલણી નોટના ગુનાના સંડોવાયેલા એક આરોપીને પકડવા માટે ગયેલી લાઠી પોલીસ પર લાઠીના લુવારીયા દરવાજા નજીક આરોપીઓના લાગતા વળગતા લોકોના એક ટોળાએ હુમલો કર્યો હતો. જેના કારણે પોલીસ કર્મીઓને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ ઉચ્ચાધિકારીઓને થતા SP સહિતના તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાના શરૂ કર્યા હતા. પોલીસ પર હુમલો થવાના કારણે પોલીસે અખા ગામમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ સમગ્ર તપાસ કરીને 30 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp