ગુજરાતમાં વિકાસ-સમૃદ્ધિનો આધાર સ્થિર શાસન છેઃ પુરુષોત્તમ રૂપાલા

PC: khabarchhe.com

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 2022માં યોજાનારી 10મી એડિશન સંદર્ભમાં દેશની રાજધાની નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણ, રસાયણ અને ખાતર વિભાગના મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, આ સમિટનું વિચારબીજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોપ્યું હતું. આજે જે વાઈબ્રન્ટ સમિટની સફળતા આપણે જોઈ રહ્યા છીએ તેની પાછળ પ્રધાનમંત્રીની 20 વર્ષની તપસ્યા રહેલી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ઉદ્યોગ વ્યાપાર કરવા માટે જરૂરી તમામ આંતરમાળખાકીય સુવિધાઓ મળી જ રહેશે પરંતુ ગુજરાતની સૌથી મોટી તાકાત ત્યાંની પરોણાગત છે.

કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાતની આ યાત્રામાં રાજ્યએ બે મોટા સીમાચિહ્નો અંકિત કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના 20 હજાર પ્રવાસીઓ મુલાકાત લે છે. કેવડીયા ગુજરાત પ્રવાસન ધામ બન્યું છે. સરદાર સરોવર ડેમને કારણે ગુજરાતી સિંચાઇ ક્ષમતા અનેક ગણી વધી છે.

પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે, મુખ્યમંત્રી તરીકે જેમણે વાઈબ્રન્ટ સમિટની શરૂઆત કરાવી તેઓ આજે દેશના વડાપ્રધાન છે. રાજ્યમાં વિકાસ-સમૃદ્ધિનો આધાર સ્થિર શાસન છે. આ પ્રસંગે દેશ-વિદેશના જાણીતા- સ્વનામધન્ય ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં બિઝનેસ કરવા અંગેના પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

મારૂતિ સુઝુકીના એમ.ડી. અને સી.ઇ.ઓ. કિંચી આયુકાવાએ જણાવ્યું કે, ગુજરાત દેશનું અગ્રીમ ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી અને મેન્યુફેક્ચરીંગ ફ્રેન્ડલી રાજ્ય છે. ભારતને નેટ કાર્બન ઝિરો કન્ટ્રી બનાવવામાં ગુજરાત લીડ લઇ શકે એમ છે તેમ તેમણે ઉમેર્યું હતું. જે.સી.બી.ના એમ.ડી. અને સી.ઇ.ઓ. દિપક શેટ્ટીએ જણાવ્યું કે, કોવિડ પેન્ડેમિકની કપરી પરિસ્થિતિ હોવા છતા ગુજરાત સરકારના સહકારને કારણે જે.સી.બી. પોતાનું છઠ્ઠુ ઉત્પાદન એકમ વડોદરા-ગુજરાતમાં સમયસર સ્થાપવામાં સફળ રહ્યું છે.

મુખ્ય સચિવ પંકજકુમારે સૌને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં જોડાવાનું આમંત્રણ પાઠવતા કહ્યું કે, ગુજરાતમાં ધોલેરા સર અને ગીફ્ટ સિટી જેવા વિશાળકાય પ્રોજેક્ટ રાજ્યના વિકાસનું ચાલકબળ છે. એટલુ જ નહીં ગુજરાત પાસે મજબુત એમ.એસ.એમ.ઇ.નું ઉદ્યોગ માળખું છે. ગુજરાત ઝિરો મેન ડેયઝ લોસ સહિતના દરેક પેરામીટરમાં અગ્રણી રાજ્ય બન્યું છે, ત્યારે દેશ -વિદેશના અગ્રણી રોકાણકારોને તેમણે વાબ્રન્ટ સમિટમાં જોડાઇ ગુજરાતની વાઇબ્રન્સીનો અનુભવ કરવાં કહ્યું હતું.

નવી દિલ્હીની લીલા હોટલના હૉલમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ઉદ્યોગ સંચાલકો સમક્ષ ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ પ્રેઝન્ટેશન કર્યું હતું.

તેમણે રાજ્યની ઔદ્યોગિક-આર્થિક વ્યવસ્થાની વિશેષતા અને વિકાસ સંભાવનાઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં મુડી રોકાણની તકોનું વિસ્તૃત વિવરણ કર્યું હતું. આ કર્ટન રેઈઝર રોડ-શોમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન સહિત ભારત સરકાર અને રાજ્ય સરકારના સચિવો જોડાયા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp