કોંગ્રેસના નેતાએ કહ્યું- પ્રદિપસિંહ કે નીતિન પટેલ વગરની મિનિસ્ટ્રી હોય?

PC: khabarchhe.com

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવું કેબીનેટની રચના થઇ રહી છે. કાલે મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાશે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્યએ ભાજપની નો રીપીટની થીયરીની ચર્ચાને લઇને એક મોટું નિવેદન આપ્યું હતું.

કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, નો રીપીટ થીયરીની વાત કરે છે, જો કોંગ્રેસમાંથી જવહાર ચાવડા ભાજપમાં ગયા અને મંત્રી બન્યા. પણ હું ચેલેન્જ મારીને કહું છું કે, જવાહર ચાવડા મોરબીમાં પ્રચાર કરવા આવ્યા ન હોત તો ભાજપ આ બેઠક જીતતું નહોતું. હવે જવાહર ચાવડાનો ઉપયોગ કરી લીધો. જયેશ રાદડીયા સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છે. મોટી બેંક ચલાવે છે. વિઠ્ઠલભાઈના પુત્ર છે તેઓ 5થી 6 ધારાસભામાં અસર કરી શકે છે.

તેમણે કહ્યું કે, ભાજપ આઝાદીનો અમૃત મહોત્સવ એવું બેનરમાં લખે છે તો શેનાથી આઝાદી મળી. વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદીપ જાડેજાથી આઝાદી મળી તેનો આ સમારંભ છે. શું જૂની કેબીનેટથી આઝાદી મળી છે. આ બધા જ મંત્રી અને ધારાસભ્યોનું અપમાન થયું છે. શેની આઝાદી એ તો મને કહો. કોનાથી આઝાદી મળી આ મંત્રીઓથી, આ વિજય રૂપાણીથી આ અભિમાન છે. આ તાલીબાન છે. એક પણ ધારાસભ્ય બોલી શકે તેમ નથી. ભાજપમાં ઉત્સાહ શેનો આ બધાના કાપી નાંખ્યા તેનો.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, જે સમાજના પ્રતિનિધિ છે, જે આવડી મોટી તાકત ધરાવે છે તેને તમે એમ કહો છો કે નો રીપીટની થીયરી. તો તમે જવાહર ચાવડાને ભાજપમાં શા માટે લઇ ગયા હતા. કુંવરજીને શા માટે લઇ ગયા હતા. અમારી પાસે સત્તા નહોતા. કુંવરજી મંત્રી બનવા ગયા હતા. હવે એક વખત મંત્રી બનાવીને તેને કોરોનામાં સાઈડમાં મૂકી દેવાના ભંગારના ડેલાના નાખી દેવાના. આ અપમાન છે તેમનું. એ લોકોને કહેવુ પડે તમે શા માટે અમને લઇ ગયા. એટલે આવતા સમયમાં કોંગ્રેસના કાર્યકર્તા કે ધારાસભ્ય ભાજપમાં જતા પહેલા 10 વખત વિચારશે કે આ લોકોની શું સીસ્ટમ છે. તમારો ઉપયોગ કરીને કેવા હાલ કરશે તે તમને ખબર પડશે.

સાથે જ તેમને જણાવ્યું હતું કે, નો રીપીટની થીયરી એટલે શું? તમારે અહિયાં વારા કાઢવાના છે. ત્રણ દિવસ તું મુખ્યમંત્રી રહે, ત્રણ દિવસ હું મુખ્યમંત્રી રહું. ગુજરાતની સરકારે તમને ચૂંટ્યા છે સારો વહીવટ કરવા માટે નહીં કે વારા કાઢવા માટે. આમને વિચાર નથી આવતો કે, પ્રદિપસિંહ કે નીતિન પટેલ વગરની ધારાસભા કે મિનિસ્ટ્રી હોય? તેમને જે લોકો વધુમાં વધુ કામ કરે છે, પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે એવા લોકોને તમારે હટાવવા છે. આ થીયરી મગજમાં બેસતી નથી. તમારે ગુજરાતની પ્રજાનું સારું કરવાનો આ વહીવટ છે કે પછી વાર કાઢવાનો. ભાજપ માટે નો રીપીટની થીયરી આત્મઘાતી સાબિત થશે.

લલિત કગથરાએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ ધારાસભ્ય એવો મુર્ખ નથી કે મંત્રી બનતો હોય અને ઘરવાળીને બોલાવવા જાય. પહેલા મંત્રી બની જાય પછી ઉત્સવ કરે. કોઈ એવા મુર્ખ નથી કે આજે મંત્રી બનતો હોય તો કાલે શપથ લેવા જાય. તમે લખી લો કાલે નો રીપીટની થીયરી લાગુ પડશે નહીં. ભાજપને પાછો પગ કરવો પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp