દેશનું પહેલું એવું ડિઝાઇન ડેવલપમેન્ટ સેન્ટર જ્યાં વિદ્યાર્થી ડિઝાઇનને વેચી શકશે

PC: khabarchhe.com

સુરતને ટેક્સટાઇલ નગરી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ, અવનવી ડિઝાઇનો માટે આજે પણ સુરતને મુંબઈ કે દિલ્હીના ફેશન ડિઝાઇનરો પર વધુ પડતો આધાર રાખવો પડે છે. જેને લઇને શહેરના ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી ખાતે ફેશનોવા ડિઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાયો છે. ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાઓ માટે બેસ્ટ પ્લેટફોર્મ બની રહેશે.

આ પ્રસંગે ફેશનોવા ડિઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટરના સ્થાપક અનુપમ ગોયલે જણાવ્યું કે, સુરતમાં ઘણી બધી ફેશન ઇન્સ્ટિટ્યુટ છે. પરંતુ, માત્ર ફેશન ડિઝાઇનીંગ શીખવવું એ અમારો ઉદ્દેશ્ય નથી પણ વિદ્યાર્થીઓની શોધ શક્તિ વધે અને તેઓ નવી-નવી ક્રિએટીવ ડિઝાઇન બનાવીને માર્કેટને પુરી પાડે તે મહત્ત્વપૂર્ણ છે. જેને ધ્યાનમાં રાખીને ઉધનામાં ફેશનોવા ડિઝાઇન ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરાયું છે. જ્યાં તમામ પ્રકારની મશીનરી ઉપલ્બધ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અવનવી ડિઝાઇન થકી આવક પણ મેળવી શકશે.  આ પ્રકારનું ડિઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર કોઇ ફેશન ઇન્સ્ટિટ્યુટ દ્વારા દેશભરમાં પહેલી વખત શરૂ કરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp