કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો 565 ટીમો દ્વારા સરવે કરાયો

PC: Khabarchhe.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું કે, રાજ્યમાં માર્ચ-2023 માસમાં વિવિધ જીલ્લાઓમાં પડેલ કમોસમી વરસાદ અન્વયે રાજ્ય સરકારે ખાસ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ સહાય પેકેજનો ખેડૂતોને લાભ મળે તે માટે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ 565 ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરે જઈ સ્થળ મુલાકાત કરીને સરવે હાથ ધરાયો હતો. સરવે કામગીરી નિયમોનુસાર, સંતોષકારક રીતે તથા કોઈપણ પ્રકારના પક્ષપાત વગર સંપન્ન કરવામાં આવી છે,એમ ખેતી નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર કમોસમી વરસાદ સંદર્ભે ગ્રામીણ કક્ષાએથી ખેડૂત આગેવાનો, સરપંચો,પદાધિકારીઓ દ્વારા મળેલી રજૂઆતો/અરજીઓના અહેવાલ ધ્યાને લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્ર તથા ખેતીવાડી ખાતાના ફિલ્ડ સ્ટાફ દ્વારા તાત્કાલિક બે દિવસમાં પ્રાથમિક સરવેની કામગીરી શરુ કરવામાં આવી હતી તથા વિગતવાર સરવેની જરૂરિયાત જણાતા સ્થાનિક પરિસ્થિતિ મુજબ તા.07/03/2023થી લઈ તબક્કાવાર વિવિધ જિલ્લાઓમાં સરવે ટીમની રચના કરી વિગતવાર સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જસદણ તાલુકાના આટકોટ ગામમાં પણ ખેડૂતવાર વિગતવાર સરવે કરી સરવે યાદી બનાવવામાં આવી છે જેમાં જે બે ખેડૂતોનો સરવેમાં સમાવેશ થયેલો છે તથા તેઓનાં ખેતર ઉપર સરવે ટીમ દ્વારા તા. 09-10/03/2023 નાં રોજ સ્થળ મુલાકાત લીધેલી જેમાં એક ખેડૂતનાં ખેતરમાં ઘંઉ પાકનુ વાવેતર માલુમ પડેલું તથા કુલ ઘંઉ વાવેતર 2 હેક્ટર પૈકી 0.64 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત/ઢળી પડેલા હોવાનુ જણાયું છે તથા બીજા ખેડૂતનાં ખેતરમાં 1.60 હેક્ટર વિસ્તારમાં ઉનાળુ તલ પાકનુ આગોતરૂ વાવેતર માલુમ પડેલું તથા તલ પાક વાનસ્પતિક વૃધ્ધિ અવસ્થાએ માલુમ પડેલું પરંતુ બન્ને ખેડૂતના ખેતર પર નિયત ધોરણ તથા માપદંડ અનુસાર નોંધપાત્ર નુકસાન જણાયું નહોતું એટલે એમનો સહાયમાં સમાવેશ કરાયો નથી. આ અગેના માધ્યમોમાં પ્રસારિત થયેલા સમાચારોનું ખંડન કરવામાં આવે છે.

જિલ્લા કક્ષાએથી અસરગ્રત ખેડૂતોને સહાયભૂત થવા રાજ્ય સરકાર દ્વારા તા.5મી મે2023 થી કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે જેમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને નોંધપાત્ર સહાય મળે તે માટે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા SDRF નાં ધોરણો ઉપરાંત રાજ્ય બજેટમાંથી ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાયમાં અત્યાર સુધીનો મહત્તમ વધારો કરી ખેતી અને વર્ષાયું બાગાયતી પાકો માટે રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂ.9,500/- તથા બહુવર્ષાયુ બાગાયતી પાકોના કિસ્સામાં રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય પ્રતિ હેક્ટર રૂ.12,600/- ચૂકવવાની જોગવાઈ અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવાના આશયથી કરવામાં આવી છે.

કમોસમી વરસાદની કામગીરી અંતર્ગત સમગ્ર રાજ્યમાં રજુઆતો અન્વયે અસરગ્રસ્ત ખેડૂતોનાં ખેતરની મુલાકાત કરવામાં આવી છે. અસરગ્રસ્ત ખેડૂતોનાં latitude/longitude નાં ફોટા મહદઅંશે લેવામાં આવ્યા છે. તથા સરવે થયા અંગેના ખેડૂતો/સ્થાનીક પંચો/પદાધિકારીઓ/આગેવાનો ની સહી સાથે પંચ રોજકામ કરવામાં આવ્યું છે. દરેક નુકશાનગ્રસ્ત ખેડૂતની વિગત સરવે યાદીમાં નોધવામાં આવેલ છે. સરવે યાદી/ પંચ રોજકામ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) તથા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે ઉપલબ્ધ છે. આમ સરવે કામગીરી નિયમોનુસાર, સંતોષકારક રીતે તથા કોઈપણ પ્રકારના પક્ષપાત વગર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp