PUC હજુ કઢાવવાની બાકી હોય તો આ વાંચી લો, ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર

PC: divyabhaskar.co.in

ગુજરાતમાં સરકારની જાહેરાત અનુસાર 16 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થવનો છે. કેન્દ્ર સરકારના મોટર વ્હીકલમાં કેટલાક સુધારાઓ કરીને વાહન ચાલકોને ટ્રાફિક નિયમ ભંગ બદલ કરવામાં આવતા દંડમાં આંશિક રાહત આપવામાં આવી છે. ગુજરાત સરકારની જાહેરાત પછી રાજ્યના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને PUC સેન્ટરની બહાર લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. કેટલાક લોકોએ તો રાજ્ય સરકાર પાસેથી PUC મેળવવાના સમયમાં વધારો કરવાની માગ પણ કરી હતી. લોકોની માગના આધારે સરકાર દ્વારા PUC મેલાવવાની અને HSRP નંબર પ્લેટ લગાડવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારની જાહેરાત અનુસાર PUC મેળવવાની અને વાહન ચાલકો પોતાના ડોક્યુમેન્ટ મેળવી શકે અને RTOમાં બાકી કામ પૂર્ણ કરાવી શકે તે માટે 5 દિવસની મુદ્દત આપવામાં આવી હતી, જેની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર હતી પરંતુ હવે સરકાર દ્વારા PUC મેળવવાની અને HSRP નંબર પ્લેટ લગાડવાની મુદ્દતમાં 15 દિવસના સમયનો વધારો કરવામાં આવ્યો છે. PUC મેળવવાની અને HSRP નંબરપ્લેટ લગાડવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થવાની જાહેરાત કરતાની સાથે લોકો ડ્રાઈવિંગ લાઈસન્સ, PUC અને વાહનોના વીમો કઢાવવા માટે લોકો દોડાદોડી કરી રહ્યા છે. તો બીજી તરફ એક સાથે ઘણા બધા લોકોએ લાઈસન્સ કઢાવવા માટે ઓનલાઈન અરજી કરતા હોવાના કારણે RTOના સર્વર પણ ઠપ પણ થઇ ગયા હતા, જેથી લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોની મુશ્કેલીમાં રાહત આપવા માટે સરકાર દ્વારા HSRP નંબર પ્લેટ લગાડવા અને PUC મેળવવા માટે 15 દિવસના સમયનો વધારો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp