સુરતમાં BRTS બસનો ચાલક દારૂના નશામાં ઝડપાયો અને SMCના ટ્રકમાંથી મળી દારૂની બોટલ

PC: dainikbhaskar.com

ગુજરાતમાં દારૂબંધીનો નિયમ હોવા છતાં પણ અવાર-નવાર પોલીસના હાથે લાખો રૂપિયાનો દારૂ પકડાય છે. ત્યારે સુરત મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર ચાલતા ટ્રકમાંથી એક દારુની બોટલ મળી બોટલ મળી હતી અને બીજી તરફ સુરતના કોંગ્રેસના કોર્પોરેટરે BRTS બસના ડ્રાઈવરને નશાની હાલતમાં પકડ્યો હતો.

રિપોર્ટ અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાં એક BRTS બસનો ડ્રાઈવર પૂરપાટ ઝડપે બસ ચલાવતો હોવાની જાણ સુરતના કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાને થઇ હતી. તેથી તેઓ અમરોલી BRTS રૂટ પર પહોંચ્યા હતા અને બેફામ દોડતી BRTS બસને ઉભી રખાવી હતી, ત્યારબાદ બસમાં ચેકિંગ કરતા ડ્રાઈવર દારુના નશાની હાલતમાં ડ્રાઈવિંગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આ વાતની જાણ બસમાં બેસેલા પેસેન્જરોને જાણવા માટે તેઓ પણ બસની નીચે ઉતરી ગયા હતા. પેસેન્જરોએ પણ કહ્યું હતું કે, ડ્રાઈવરે બસ ડીવાઈડર પર એક વાર ચઢાવી દીધી હતી.

આ બાબતે કોર્પોરેટર દિનેશ કાછડીયાએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા બસ ડ્રાઈવરોને મેનર્સ શીખવાડવા માટે ખાસ વર્કશોપ અને સેમીનાર કરવામાં આવે છે. છતાં પણ ડ્રાઈવરો પોતાની મરજી અનુસાર કામ કરી રહ્યા હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.

બીજી તરફ 11 ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાનો કોન્ટ્રાક્ટ પર ચાલતો સ્વચ્છ સુરત, સુંદર સુરતના બેનર વાળો GJ-05-G-9442 નંબરનો ટ્રક સીમાડા વિસ્તારમાં પસાર થતો ત્યારે તેને પણ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ રોકીને તેમાં તપાસ કરતા ટ્રકનો ડ્રાઈવર પણ પીધેલી હાલતમાં પકડાયો હતો અને ટ્રકની અંદરથી એક દારુની બોટલ પણ મળી આવી હતી. મહત્ત્વની વાત એ છે કે, ટ્રકમાં નિયમ અનુસાર નંબરપ્લેટ પણ લગાવવામાં આવી ન હોતી અને ટ્રકનું ફીટનેશ સર્ટીફીકેટ પણ નહોતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp