એક તરફ સરકાર કર્ફ્યું લગાવે છે અને બીજી તરફ મંત્રી જ દિવાળી સ્નેહમિલન કરે છે

PC: dainikbhaskar.com

કોરોનાના કેસમાં વધારો થયો હોવાના કારણે સરકાર દ્વારા અમદવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કર્ફ્યું લાદવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાની સુચના આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કાર્યક્રમો ન યોજીને લોકોને એકઠા ન થવા માટે પણ સૂચનો આપવામાં આવી રહ્યા છે અને જે લોકો આ નિયમોનું ભંગ કરે છે. તો તેમની સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સરકારે નિયમ ભંગ કરતા લોકોની સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે પરંતુ સરકારને મંત્રીઓ જ સરકારના નિયમોનું પાલન કરતા નથી. એક તરફ જનતા માટે કર્ફ્યું લાગુ કરવામાં આવે છે અને બીજી તરફ ભાજપના મંત્રીઓ કાર્યક્રમો કરીને લોકોને એકઠા કરી રહ્યા છે. સરકારના કહેવા અને કરવામાં તફાવત જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે બોટાદના સર્કીટ હાઉસમાં દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમના સામાજિક અંતરના ધજાગરા થયા હતા. મંત્રી સૌરભ પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના મંત્રીએ જ કાર્યક્રમ યોજ્યો અને તે કાર્યક્રમમાં સામાજિક અંતરના નિયમોનો ભંગ થયો અને છતાં ભાજપના મંત્રી જ કહી રહ્યા છે કે, લોકોએ જાતે નિયમોનું પાલન કરવું જોઈએ.

ઉર્જા મંત્રી સૌરભ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કાર્યક્રમ ચાલતા જ રહે છે પણ આપણે આની અંદર ધ્યાન રાખીને આગળ વધીએ સામાજિક અંતરનું પાલન કરીએ, માસ્ક પહેરીએ તો મારા ખ્યાલ પ્રમાણે કોઈ વિષય આવતો નથી. આ કાર્યક્રમમાં સૌની જવાબદારી છે. આપણે પોતાની જવાબદારી નિભાવીશું તો ચોક્કસ પણે બધા જ જવાબદારી નિભાવતા થશે.

ઉલ્લેખનીય છે કે, 21 નવેમ્બરના રોજ વનમંત્રી ગણપત વસવા અને ધારાસભ્ય આત્મારામ પરમારના સત્કાર સમારોહમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માંડવીના કરંજ ગામમાં વનમંત્રી ગણપત વસાવા અને ધારાસભ્ય આત્મારામ પરમારના સત્કાર સમારોહમાં DJ સાથે ભાજપના કાર્યકર્તા અને આગેવાનો દ્વારા રેલી યોજવામાં આવી હતી. રેલીમાં ખુલ્લી જીપમાં 5 લોકોએ બેસીને સામાજિક અંતર અને ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. નેતાઓની સાથે-સાથે રેલીમાં જોડાયેલા ભાજપના કાર્યકર્તાઓ પણ નિયમનો ભંગ કરતા જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp