આ તારીખ પહેલા HSRP પ્લેટ લગાવી દેજો નહિતર દંડ ભરવા તૈયાર રહેજો

PC: team-bhp.com

કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઇ અનુસાર તમામ વાહનો પર હાઇસિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજિયાત છે. રાજ્યમાં 16 નવેમ્બર, 2012 થી હાઇસિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP) લગાવવાની કામગીરી આર.ટી.ઓ/એ.આર.ટી.ઓ. ખાતે શરૂ કરવામાં આવી હતી. અગાઉ રાજ્યના જુના વાહનોમાં હાઇસિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની આખરી તારીખ 31/8/2018 જાહેર કરવામાં આવી હતી.

જે સંદર્ભે હાઇસિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP) લગાવવા માટે નાગરિકોના આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ. ખાતે વધુ પડતા ધસારાને અનુસંધાને તેમજ તેમની વધુ સગવડતાને ધ્યાને રાખી હાઇસિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP) લગાવવા માટેની મુદત તા.31/12/2018 સુધી લંબાવવામાં આવી હતી. ત્યાં સુધીમાં વાહન ચાલકોએ વાહનો પર હાઇસિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજિયાત રહેશે. આ આખરી મુદત વિત્યેથી તા.1/1/2019 થી HSRP વગરના વાહનો સામે સરકાર દ્વારા કડક એન્ફોર્સમેન્ટ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે જેની નાગરિકોએ ગંભીરતાપૂર્વક નોંધ લેવા ખાસ ફરજ પરના અધિકારી, વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા વિનંતી કરાઇ છે. એટલે કે 31 ડિસેમ્બર પહેલો જો તમે તમારી ગાડીમાં HSRP પ્લેટ ફીટ ન કરાવી તો દંડ ભરવા માટે તમારે તૈયાર રહેવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp