ગુજરાતઃ પિતાએ યુવક સાથે વાત કરતી જોતા ડરથી ખેતરમાં ભાગતા કરંટ લાગ્યો, થયું મોત

PC: divyabhaskar.co.in

ગુજરાતના એક ગામમાં એક યુવતી, યુવક સાથે વાત કરી રહી હતી, જે યુવતીના પિતા જોઇ ગયા હતા. પિતાના ડરથી યુવતી ખેતર તરફ ભાગી હતી, પરંતુ કરંટ લાગતા તેનું મોત થયું હતું. યુવતી ધોરણ 12 સાયન્સમાં ભણતી હતી અને પરિણામ આવતા પહેલાં તેનું મોત થઇ ગયું. જોકે પરિણામ જાહેર થયું તેમાં તે નાપાસ થઇ હતી. કેવું કમનસીબ પરીક્ષા અને જિંદગી બનેંમાં યુવતી નાપાસ થઇ ગઇ.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલા પીલોદરા ગામમાં એક સપ્તાહ પહેલા યુવતીની લાશ મળી આવી હતી, જેની તપાસમાં ભેદ ઉકેલાયો છે અને ચોંકાવનારી વાત સામે આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, એક યુવતી કોઇ યુવક સાથે વાત કરી રહી હતી, ત્યારે યુવતીના પિતા જોઇ ગયા હતા. પિતાના ડરથી યુવતી ખેતર તરફ ભાગી હતી, પરંતુ કમનસીબે કરંટ લાગતા તેનું મોત થઈ ગયું હતું. ખેતરમાં ઇલેક્ટ્રીક કરંટને કારણે યુવતીનું મોત થવાથી ખેતર માલિકોએ પકડાઇ જવાના ડરથી ઇલેક્ટ્રીક સામાન સગેવેગ કરી દીધો હતો પોલીસે ખેતર માલિક સહિત બે સામે ફરિયાદ નોંધી છે.

પીલોદરા ગામમાં રહેતા રજનીકાંત વણકરે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં 9 મેના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, ગામમાં લગ્ન પ્રસંગ હતો ત્યારે અમે પરિવાર સાથે લગ્નમા હાજરી આપવા ગયા હતા. તે વખત મારી દીકરી એક જગ્યાએ ગૌરાંગ નામના યુવક સાથે વાત કરી રહી હતી. આ બાબતે મારી અને યુવક ગૌરાંગ વચ્ચે ઝપાઝપી થઇ હતી અને તે પછી મારી દીકરી અને ગૌરાંગ બનેં ત્યાંથી ભાગી છુટ્યા હતા. એ પછી ઘરે તપાસ કરી તો દીકરી મળી નહોતી. ઘણી શોધખોળ કરી, પરંતુ દીકરોનો પત્તો નથી.

બીજા દિવસે એક ખેતરમાંથી યુવતીની લાશ મળી હતી જે  રજનીકાંત વણકરની દીકરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસ કરતા ખબર પડી કે, પિતાના ડરથી ભાગેલી યુવતી બળદેવભાઇ નામના ખેડૂતના ખેતરમાં પહોંચી હતી, જ્યાં કરંટ લાગવાથી મોત થયું હતું. બળદેવભાઈ પટેલે તેમના ખેતરમાં વાવેલ બાજરીના વાવેતર સાચવવા માટે લાકડાના ડંડા રોપી લોખંડના તાર ભરાવી ઈલેકટ્રીક કરંટ આપ્યા હતા. જેનો ઈલેક્ટ્રીક કરંટ લાગતા યુવતીનું મોત થયું હતું.

બળદેવભાઈના માથે આરોપ ન આવે તે માટે  ખેતરના ભાગીદાર ભલાભાઈ અને અજીતે સગીરાના મૃતદેહને તેમના ખેતર પાસેથી અન્ય ખેતરના શેઢા પર મૂકી નાસી ગયા હતા. જાણવા મળેલી વિગત મુજબ, રજનીકાંત વણકરની દીકરીએ તાજેતરમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી હતી. પરીક્ષાનું પરિણામ આવે તે પહેલાં તેનું મોત થયું હતુ, પરતું પરિણામ જાહેર થયું તેમાં તે નાપાસ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp