લગ્નના 15 દિવસ પછી પત્નીને પેટમાં દુખાવો થતા પતિને જાણવા મળ્યું પત્ની ગર્ભવતી છે

PC: indianexpress.com

રાજ્યમાં બળાત્કારના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. જાણે નરાધમોને કાયદાનો ડર જ ન રહ્યો હોય તેવું લાગી રહ્યુ છે. આજે સુરતના સચિન વિસ્તારમાં એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટનામાં યુવતીના લગ્નના 15 દિવસ થયા પછી તેને પેટમાં દુઃખાવો થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં યુવતીની તપાસ દરમિયાન તે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ પત્નીએ સમગ્ર હકીકત પતિને કહેતા પતિએ તેની પત્નીની સાથે દુષ્કર્મ કરનાર ઈસમને આ બાબતે પૂછતા નરાધમે પતિને માર માર્યો હતો. તેથી પતિએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ કોઈ કાર્યવાહી ન થતા છેલ્લા પાંચ દિવસથી પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈને થાક્યા બાદ પીડિતા અને પતિએ સુરત પોલીસ કમિશનરને અરજી કરીને સમગ્ર મામલે રજૂઆત કરી હતી.

રિપોર્ટ અનુસાર, સુરતના સચિન વિસ્તારમાં રહેતી મનીષા (નામ બદલ્યું છે)એ પતિને સમગ્ર હકીકતની માહિતી આપતા જણાવ્યું હતું કે, તે આઠ મહિના પહેલા તેની કાકી ગર્ભવતી થતા તેની દેખરેખ રાખવા માટે સુરત આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં જે સમયે કાકા અને કાકી ઘરની બહાર ગયા હતા, તે સમયે માધવ (નામ બદલ્યું છે) નામના વ્યક્તિએ પાણી મંગાવ્યું હતું. તે પાણી લેવા ગઈ તે સમયે માધવ એકલતાનો લાભ લઇને ઘરમાં ઘૂસી ગયો હતો અને ત્યારબાદ તેને ચપ્પુ બતાવીને જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચાર્યા બાદ માધવે ધમકી આપી હતી કે, તે આ વાતની જાણ કોઈને કરશે તો તે તેની જાનથી મારી નાંખશે.

કાકા અને કાકી જ્યારે ઘરે આવ્યા તે સમયે આ ઘટનાની જાણ પીડિતાએ કાકીને કરતા તેને કહ્યું હતું કે, માધવ અમારો બનેવી છે ખુશ રાખ અને આ વાત કોઈને કહેતી નહીં. એકવાર દુષ્કર્મ આચર્યા પછી માધવે પીડિતાના ગળા પર ચપ્પુ રાખીને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. પત્નીની વાત સાંભળીને પતિ-પત્નીને માર મારનાર અને દુષ્કર્મ કરનારને સમગ્ર મામલે પૂછવા માટે ગયો હતો. તે સમયે માધવે પીડિતાના પતિને માર માર્યો હતો. પતિએ હોસ્પિટલમાં પોલીસ સમક્ષ પત્ની સાથે દુષ્કર્મ થયું હોવાનું ફરિયાદ દાખલ કરાવી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી એટલે તે સચિન પોલીસ સ્ટેશનમાં છેલ્લા પાંચ દિવસથી ફરિયાદ દાખલ કરાવવા માટે ધક્કા ખાતો હતો, પણ અંતે પીડિતાએ કંટાળીને સમગ્ર મામલે પોલીસ કમિશનરને અરજી કરી હતી. (નોંધ:- તમામ પાત્રોના નામ બદલ્યા છે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp