26th January selfie contest

દેશના સૌથી શિક્ષિત શહેરોની યાદી જાહેર, બેંગ્લોર પહેલા નંબરે, જાણો અમદાવાદનો નંબર

PC: khabarchhe.com

સૌથી વધુ શિક્ષિત શહેરોની યાદીમાં ચોથા નંબરે મુંબઈ અને આઠમા ક્રમે અમદાવાદને સ્થાન મળ્યું છે જ્યારે ભારતમાં મોસ્ટ એજ્યુકેટેડ સિટીઝની જો વાત કરવામાં આવે તો બેંગ્લોર, પુણે, હૈદરાબાદ, મુંબઈ દિલ્હી, કોલકાતા, અમદાવાદ, જયપુર અને સુરતનો તેમાં ક્રમશ એકથી દસમાં સમાવેશ થાય છે.

ભારતના ટોચના 10 શિક્ષિત શહેરોની વાત કરીએ તો શહેરની શૈક્ષણિક શ્રેષ્ઠતાનું માપદંડએ તે શહેરનું શિક્ષણ છે અને તે ચોક્કસ વિસ્તાર અને સમગ્ર દેશનો આર્થિક વિકાસ પણ સુનિશ્ચિત કરે છે. છેલ્લા 2-3 દાયકાઓમાં, ભારતના આઇટી એન્જિનિયર્સ અને મેનેજમેન્ટ પ્રોફેશનલ્સે વિશ્વભરના ઉદ્યોગોને કબજે કર્યા છે. ભારતીયો ઘણી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓના CEO બની રહ્યા છે. ઘણા દેશોમાં પણ ભારતીય મૂળના લોકો હવે પ્રધાન અને વડા પ્રધાન બની રહ્યા છે.

આ શહેરો તેમના ઉચ્ચ સાક્ષરતા દર, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને દેશની કેટલીક શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓ માટે જાણીતા છે. તેમની પાસે જોબ માર્કેટ પણ છે અને દેશ અને વિશ્વના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને આકર્ષે છે.

અમદાવાદમાં આ શૈક્ષણિક સંસ્થાન મહત્વની

અમદાવાદએ એક સમૃદ્ધ શૈક્ષણિક શહેર છે જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, નિરમા યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, વિશ્વકર્મા એન્જિનિયરિંગ કૉલેજ અને ઘણી બધી શ્રેષ્ઠ સંસ્થાઓ છે. શહેરમાં ટોચની ક્રમાંકિત જાહેર અને ખાનગી કોલેજોનું મિશ્રણ છે જે વિદ્યાર્થીઓની નવી પેઢીની વિવિધ જરૂરિયાતોને પૂરી કરે છે.

ટોપ 5 સિટીના એજ્યુકેશનની વિશેષતા

  1. બેંગલુરુ : આઝાદી પછી, બેંગલુરુએ જીવનના દરેક ક્ષેત્રમાં ઝડપી પ્રગતિ કરી છે. તેનું સૌથી મોટું કારણ અહીંનું શિક્ષણ છે. બેંગ્લોરમાં ઘણી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ છે.
  2. પુણે -પુણેમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ છે. પૂણેને પૂર્વના ઓક્સફર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાયદા અને સંચાલન અભ્યાસક્રમો માટે પુણે વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી રહે છે.
  3. હૈદરાબાદ: ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, જવાહરલાલ નેહરુ ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને NALSAR લો યુનિવર્સિટીએ ઉત્તમ શૈક્ષણિક સંસ્થાઓના કેટલાક ઉદાહરણો છે. હૈદરાબાદ તેની લોકપ્રિય ખાદ્ય સંસ્કૃતિ માટે વિદ્યાર્થીઓને પણ આકર્ષે છે.
  4. મુંબઈ, મહારાષ્ટ્ર - સૌથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાંનું એક મુંબઈ વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૅશન એન્ડ ટેક્નૉલૉજી, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને બીજી ઘણી સંસ્થાઓ છે જે લોકોની પહેલી પસંદ છે. મુંબઈમાં અદ્ભુત ખાનગી, જાહેર અને આંતરરાષ્ટ્રીય કોલેજોની શ્રેણી છે જે તેને સંભવિત વિદ્યાર્થીઓમાં ટોચની પસંદગી બનાવે છે.
  5. દિલ્હી - દિલ્હી યુનિવર્સિટી ઓફ દિલ્હી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, જામિયા મિલિયા ઇસ્લામિયા, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી જેવી ઘણી પ્રતિષ્ઠિત કેન્દ્રીય યુનિવર્સિટીઓનું ઘર છે જે તેને વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પ્રાથમિકતા બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp