આ તારીખથી દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

PC: Youtube.com

રાજ્યમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં છુટો-છવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે હવે રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, 25 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, તાપી, સુરત, વાપી અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઇ શકે છે. તો બીજી તરફ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાત અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લા અને તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો 24 જૂનના રોજ થન્ડરસ્ટ્રોમ સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના કહેવા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લા અને તાલુકામાં વરસાદ થયો છે તેમાં સૌથી વધારે વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં થયો છે. વિજયનગરમાં 42 MM અને વીરમગામમાં 23 MMથી વધુ વરસાદ પડ્યો છે.

તો બીજી તરફ રાજ્યમાં વરસાદની આગાહીને લઇ ગાંધીનગરમાં રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને એક વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી. જેમાં હવામાન વિભાગના અધિકારી એમ. મોહંતી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત એટલે કે સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં 24 જૂનથી 26 જૂન સુધી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તેથી રાહત કમિશનર દ્વારા નવસારી જિલ્લામાં એક અને અન્ય જિલ્લામાં પણ NDRF અને SDRFની ટીમોને એલર્ટ રહેવા માટે સૂચન કર્યું છે. 

એવી પણ માહિતી સામે આવી રહી છે કે, રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. તો બીજી તરફ રાજ્યમાં 70 ટકા વિસ્તારમાં વાવણી થઇ નથી. જો તેવામાં વરસાદનું જોર નરમ થાય તો ખેડૂતોમાં ચિંતા જોવા મળી શકે છે. મહત્ત્વની વાત છે કે, ચોમાસુ શરૂ થયાને 9 દિવસ વીતી ગયા છતાં હજુ રાજ્યના 200 જેટલા તાલુકામાં વાવણી થઇ શકી નથી અને હજુ સિઝનનો 4 ટકા વરસાદ નોંધાયો છે. તો 5 જિલ્લાને બાદ કરીને 8 જિલ્લામાં વરસાદની હજુ પણ ઘટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp