વિશ્વ ગુજરાતી સમાજના નવા પ્રમુખની વરણી થઇ, જાણો કોણ બન્યું?

PC: Khabarchhe.com

જયાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. વિશ્વ ગુજરાતી સમાજના નવા પ્રમુખ તરીકે રાજસ્થાનના કોટાના ગોરધનભાઇ ધૂળાભાઇ પટેલ ( જી ડી પટેલ) બિનહરિફ ચૂંટાયા છે. વિશ્વ ગુજરાતી સમાજના વર્તમાન પ્રમુખ સી. કે. પટેલ બંધારણ અને ચૂંટણી નિયમો મુજબ ગેરલાયક ઠર્યા એટલે જી ડી પટેલને બિનહરિફ જાહેર કરી દેવામાં આવ્યા.

વિશ્વ ગુજરાતી સમાજની સ્થાપના 1990માં થઇ હતી અને ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતની અસ્મિતા અને ગુજરાતીઓ એક તાંતણે બંધાઇ શકે એવા હેતુથી સંસ્થા બનેલી છે.

જી ડી પટેલ ગાયત્રી પરિવાર સહિત અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમણે હજારો વિદ્યાર્થીઓને ગણવેશ અને આર્થિક મદદ કરી છે. તેમના દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથે સંપર્કો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp