અમદાવાદ જિલ્લામાં 300 બેડમાંથી વધારીને બેડની સંખ્યા 1573 કરાઈઃ સરકાર

PC: livemint.com

ભારત સરકારની પ્રેસ રીલિઝ મુજબ અમદાવાદ જિલ્લામાં કોવિડ બેડની સંખ્યા 300થી વધારીને 1573 જેટલી કરી દેવાઈ છે.(15 માર્ચ-27 એપ્રિલ, 2021). જેમાં 40થી વધુ ખાનગી હોસ્પિટલના સહયોગથી 1024 જેટલા બેડની ક્ષમતા ઉભી કરાઈ છે. આ ઉપરાંત હજુ વધારાના 200 બેડ માટે વેદાંતા હોસ્પિટલ સાથે વિચાર-વિમર્શ પ્રગતિ હેઠળ છે.

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના સિંગરવા ખાતે 50 બેડ(32 ઓક્સિજનવાળા, 18 ઓક્સિજન વિનાના)ની વધારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત જો પરિસ્થિતિ વિકટ થાય તો વધારાના બેડ ઉભા કરવા માટે પણ આયોજન સુનિશ્ચિત કરાયું છે. જે અન્વયે વેદાંતા ફાઉન્ડેશન-100, ટાટા ફાઉન્ડેશન-100, ઝાયડસ ફાઉન્ડેશન -100 બેડની નવી વ્યવસ્થા ઉભી કરશે. આ ઉપરાંત બિરલા ફાઉન્ડેશને પણ જિલ્લામાં 2 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેની તૈયારી દર્શાવી છે. કોઈ પણ નાગરિકને સાધનોને અભાવે જીવ ન ગુમાવવો પડે તે માટે 30 જેટલા વેન્ટીલેટર(ઓન લોન) લેવા માટેનું આયોજન પણ પ્રગતિ હેઠળ છે.

અમદાવાદ જિલ્લામાં સાધનોની સાથે જરુરી માનવબળ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં 20 જેટલા બોન્ડેડ ડૉક્ટર્સ હાજર થયા છે અને નવી જાહેરાતના પગલે 250 વધુ નર્સિંગ સ્ટાફ દર્દીની સેવામાં કાર્યરત થયો છે. જિલ્લાના અધિકારી અને પદાધિકારીઓએ પોતાની ગ્રાંટ આરોગ્યવિષયક સેવાઓમાં ફાળવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ગ્રાંટમાથી 7 એમ્બ્યુલન્સ વાન, મોબાઈલ ટેસ્ટિંગ વાન તેમ જ ડિજિટલ એક્સરે મશીન, ઓક્સિજન કોન્સન્ટ્રટેર મશીન જેવા અત્યાધુનિક સાધનો માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ દસક્રોઈના ધારાસભ્ય અને સાણંદના ધારાસભ્યની 25 લાખની ગ્રાંટ ફાળવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરની ડીએમએફ ગ્રાંટમાથી 50 લાખ, ડીડીઓ ગ્રાંટમાંથી 50 લાખ, જિલ્લા પંચાયતના પ્રમુખની ગ્રાંટમાથી રુ. 50 લાખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ગ્રાંટમાંથી રુ. 25 લાખ,કારોબારી સમિતિની ગ્રાંટમાથી રુ. 15 લાખ, કોવિડની એન.એચ.એમ ગ્રાંટમાંથી રુ. 1 કરોડ, જિલ્લા પંચાયતની કોવિડ ગ્રાંટમાંથી રુ. 50 લાખ એમ વિવિધ સ્ત્રોતમાંથી કુલ 5 કરોડ અને 15 લાખ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ રક્ષણાત્મક પગલા પણ લીધા છે અને તેથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં વેક્સીનેશનમાં અમદાવાદ જિલ્લો પ્રથમ સ્થાને છે. અમદાવાદ જિલ્લામાં આરોગ્યકર્મીઓ, ફ્રંટલાઈન વર્કર તથા 45થી વધુ વર્ષના લોકો એમ કુલ 4,15,733 લોકોનું વેક્સીનેશન કરીને કામગીરી કરી છે.

એ જ રીતે અમદાવાદ જિલ્લામાં કોવિડગ્રસ્ત દર્દીઓને રાહત પહોંચે તે માટે સરકારી અને ખાનગી ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં 8,462 રેમડેસિવિર ઈન્જેકશનનું વિતરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં કોવિડનું સંક્રમણ અટકે તે માટે 123 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને આશા બહેનો દ્વારા 15,49,679 લોકોની આરોગ્યતપાસ કરાઈ છે. તેમ જ આરોગ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા 7, 48,650 ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp